હારીજના જલારામ મંદિર ખાતે ‘શ્રી વઢિયાર-વંદના’ સ્નેહમિલન સમારોહ યોજાયો

પાટણ
પાટણ

હારીજ જલારામ મંદિર ખાતે રવિવાર ના રોજ વઢિયાર પંથક ના 185 થી વધુ ગામોના લોહાણા પરિવાર કે જે હાલ સમગ્ર દેશમાં જુદા-જુદા શહેરો માં સ્થાઈ થયા છે, તેવા સમગ્ર વઢિયારી લોહાણા પરિવારો પોતાની સંસ્કૃતિ, વતનની વાતોને તરો-તાજા કરવા માટે વઢીયાર વંદના સાથે સ્નેહ મિલન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.હારીજ ખાતે આયોજિત આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા જાનકીદાસ બાપુ એ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ ભેગો થવો સારી બાબત છે પણ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું ખુબ જરૂરી હોવાનું જણાવી વઢીયાર વંદના સાથે આયોજિત સ્નેહ મિલન સમારોહ ના આયોજન ની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતાં.હારીજ ખાતે આયોજિત વઢીયાર વંદના સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સમાજને ઉન્નતિ તરફ લઈ જવા આરોગ્ય અને શિક્ષણ ને પ્રાધાન્ય આપવું પડશે તો જ સમાજ પ્રગતિ કરશે તેમ જણાવી આગામી સમયમાં આ બાબતે સૌને સહયોગ આપવા અપીલ કરી હતી.


આ વઢીયાર વંદના સ્નેહ મિલન પ્રસંગે દીકરી વ્હાલ નો દરિયો,વઢિયાર સમાજ ના ક્લાસ-1 અને 2 નું સન્માન, જુદા જુદા ક્ષેત્ર માં પ્રગતિ કરેલ સમાજ ના મહાનુભાવો નું સન્માન તેમજ વઢિયાર સમાજ માટે છેલ્લા 50 વર્ષમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે, તેવા મરણોતર વઢિયારી મહાનુભાવો ને સન્માનવા સહિત વઢિયાર ની બહેનો માટે પરંપરાગત લગ્નગીત સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ,અંગદાન સંકલ્પ પત્ર સહિત નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. બીજા સેસન માં જીતુ ભાઈ દવરા વાળાએ ઉપસ્થિત લોકો ને પોતાની વાણી માં હાસ્ય રંગ રગાવ્યા હતા.આ કાર્યક્રમ માટે છેલ્લા 8 મહિના થી સંસ્થા ના મહામંત્રી ડો. રમેશભાઈ હાલાણી તેમજ કાર્યક્રમના સંયોજક ડો.સંજયભાઈ જે.ઠક્કર સહિત સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ઠક્કર સહિત ની ટીમની મહેનત રંગ લાવતા કાર્યક્રમ સુંદર અને સફળ રહેવા પામ્યો હતો. 200 વર્ષ થી વધુ જુના મહાજન સંગઠન દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસમા લગભગ 600 જેટલા વઢિયાર માથી અને આશરે 1800 થી 2000 લોકો દુર દુર થી ઉપસ્થિત રહી વઢિયારી વિરાસત અને તેમની સંસ્કૃતિ, ઈતિહાસ ને નવી પેઢી સમક્ષ ઉજાગર કરી આગામી સમયમાં મહાજન સમાજ ના નેતૃત્વ હેઠળ કરવામાં આવનાર વિવિધ પ્રવ્રુતિઓ બાબતે વિચારો નું આદાન-પ્રદાન કરી 185 થી વધુ વઢિયાર ના ગામના લોકો ફરી એકવાર માદરે વતન વઢિયાર માં એકત્રિત થયા હોવાનો આનંદ વ્યકત કર્યો હોવાનું વઢિયાર વંદના સ્નેહ મિલન સમારોહ નું આયોજન ના પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.