પાટણમાં શ્રી જલિયાણ સેવા સદન અન્ન ક્ષેત્ર, પરમાનંદ ધામ : અતિથિ ગૃહ, સ્વાસ્થ્ય કેન્દ્રનો શુભારંભ

પાટણ
પાટણ

શ્રી જલિયાણ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત શ્રી કલ્યાણ સેવા સદન તથા શ્રી જલિયાણ અન્નક્ષેત્ર, શ્રી જલિયાણ પરમાનંદ ધામ, શ્રી જલિયાણ અતિથિગૃહ શ્રી જલિયાણ સ્વાસ્થ્ય કેન્દ્રનો શુભારંભ સમારોહ આજે રવિવારે જાનકીદાસ બાપુ ગુરુ શ્રી દ્વારકાદાસજી મહારાજના કર કમળો દ્વારા શ્રી જલિયાણ સેવા સદનનું રીબીન કાપી શુભારંભ કરાવ્યો હતો. તેમની સાથે શુભારંભ ના અધ્યક્ષ ભરતસિંહજીડાભી સાંસદ પાટણ, તેમજ આશીર્વાદ જાનકીદાસજી બાપુ તથા સુરેશભાઈ સી પટેલ પૂર્વ પ્રમુખ પાટણ નાગરિક બેંક,તથા દેવદત્તભાઈ જૈન -લીગલ એડવાઈઝર ,તથા હિરલબેન પરમાર પ્રમુખ નગર સેવા સદન પાટણ, ભગવાનદાસબંધુ જલારામ મંદિર ટ્રસ્ટ ,ડીસા, સાહિત સર્વે દાતાઓએ દાન આપી પોતાનું જીવન ધન્ય બનાવ્યું હતું.આ પ્રસંગે જે મહેમાનો ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમના શુભેચ્છા સંદેશ નારણભાઈ ઠક્કરે વાંચી સંભળાવ્યા હતા રવિભાણ સંપ્રદાયના પૂજ્ય જાનકીદાસજી મહારાજે આશીર્વાદ વચનમાં જણાવ્યું કે 25 વર્ષથી જયંતીભાઈ અને નારણભાઈ ની ટીમ આ સંસ્થામાં સેવા કરી રહી છે જલારામ બાપાએ સંસારમાં રહીને જે સેવા કરી અને પ્રસિદ્ધ થયા તેનું મુખ્ય કારણ એક જ છે.રામ નામ મે લીન હે દેખત સબમે રામ તે ભાવ મહત્વનો છે તેમના ગુરુ શ્રી ભોજલરામજીએ આશીર્વાદ આપતા કહેલું કે જલા તારે ઘેર મારો રામ આવશે તે વાત ઘેર આવી અને વીરબાઈમાંને કહ્યું ત્યારે વીરબાઈ માં એ પૂછ્યું કે ક્યારે આવશે ત્યારે જલારામ બાપાએ કહ્યું કે તે મને કોઈ ખબર નથી ક્યારે આવશે કયા વેશમાં આવશે તે જ ઘડી કરીએ પૂજે જલારામ બાપા અને વીરબાઈ મા એ સંકલ્પ કર્યો કે હવે આપણે જે કોઈપણ આપણે આંગણે આવશે તેમને આપણે ભોજન કરાવશું અને તેમની સેવા કરશું.


વિશેષમાં બાપુએ જણાવ્યું કે અહીં આસ્થા અવસ્થા અને એક ખૂટતી કડી હતી જે વ્યવસ્થા છે તે પણ અહીં દેખાય છે તેમજ જણાવ્યું કે રાવણ શું લઈ ગયો અને કર્ણ શું મૂકી ગયો તેમને દાતાઓને કર્ણ સાથે બિરદાવ્યા હતા વિશેષમાં જણાવ્યું કે પરહિત જેવો કોઈ ધર્મ નથી અને બીજાનું અહિત કરીએ તેના જેવો કોઈ અધર્મ નથી અહીં અન્ન એટલે કે રોટલો અને ઓટલો મળે છે અને સાથે બાપા ના આશીર્વાદ પણ મળે છે તેવી આ વિશિષ્ટ સંસ્થા છે હું મારો રાજીપો વ્યક્ત કરું છું મને અહીં આવી જલારામ બાપાના દર્શન થયા તેમ જ તેમણે સાથે સાથે જણાવ્યું કે એક બીજી જાગતી જ્યોત એવા રવિભાણ સંપ્રદાયના લાલસાહેબની જીવંત સમાધિ છે તેના વિશે પણ ખૂબ ગહન વાતો કરી અને તેમના ચરણમાં વંદન કર્યા હતા.આ પ્રસંગે સંસ્થાનો પરિચય અને વિશિષ્ટ સેવાઓ જે ચાલુ છે અને આવતા દિવસોમાં જે કોઈ સેવાઓ હજુ પણ કરવાની છે તે બાબતે જયંતીભાઈ ઠક્કર અને નારણભાઈએ જણાવ્યું હતું.આ પ્રસંગે ડીસા થી ભગવાનદાસબંધુ પધાર્યા હતા તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, પાટણ જલારામ સેવા ટ્રસ્ટ ની ખુબ પ્રશંશનીય કામગીરી છે ટ્રસ્ટીઓ તથા અહીં આજે સેવકો છે ભક્તો છે તેઓ ખૂબ સારી સેવા કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે જલારામ બાપા એ માત્ર લોહાણા સમાજના નથી સદારામ બાપા પણ માત્ર તેમના સમાજના જ નથી આ બધા જે સંતો છે એ સમગ્ર માનવ જાતિ માટે છે અને સમગ્ર માનવ જાતનું જીવ માત્રનું ક્યાં હિત રહેલું છે તેના વિચારો હંમેશા તેમના મનમાં રહેતા હોય છે અને તેની પ્રાર્થના પ્રભુને કરતા હોય છે કે સર્વે જીવાતમાનો કલ્યાણ થાય તેવી સુંદર વાત તેમણે કરી હતી અને પાટણ જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સેવકો ભક્તોને તેમના આ સેવાકીય કાર્યોને ખૂબ બિરદાવ્યા હતા તો ઇન્દિરાબેન દેવદત્ત ભાઈ જૈન પીડિયાટિક સેન્ટર ના દાતા તરીકે ઇન્દિરાબેન અને દેવદત્તભાઈ જૈન નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસટી નારણભાઈ ઠક્કરે આજના કાર્યક્રમ અંગે વધુ માહિતી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.