પાટણ સીનીયર સીટીઝન કાઉન્સિલ ખાતે આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવ્યું
સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના નીલમ દીદી દ્વારા આધ્યાત્મિકતા વિશે ઉપર સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના આ વર્તમાન યુગમાં નાની નાની બાબતોમાં કોઈ કાંઈ બોલી જાય છે, ત્યારે ખોટું લાગી જાય છે અને ઉગ્ર સ્વભાવના કારણે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. ત્યારે આધ્યાત્મિકતા અને રાજયોગ દ્વારા મનોબળ વધે છે, યાદ શક્તિ વધે છે, એકબીજાને સમજી શકીએ છીએ અને જીવનમાં નાની મોટી વાતોને ભૂલી જવી જોઈએ કોઈ કાંઈ કહેતો મન ઉપર ન લેવું જોઈએ. આ બધું જીવનમાં આધ્યાત્મિક માર્ગ પર ચાલવાથી જીવનમાં શાંતિ લાવી શકાય છે.
આ પ્રસંગે કાઉન્સિલ વતી આવેલ નીલમ દીદી તથા નિધિ દીદીને કાઉન્સિલના પ્રમુખ રમણલાલ પટેલ દ્વારા સાલ તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાઉન્સિલના તમામ સભ્યોએ આધ્યાત્મિક જ્ઞાનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. પટેલ હરગોવનભાઈ અંબાલાલ એન્જિનિયર દ્વારા સર્વ સભ્યોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો અને કાર્યક્રમની શુભ શરૂઆત આત્મારામભાઈ નાઇ દ્વારા પ્રાર્થના કરીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન નૈલેશ પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ અમૃતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.