ચાણસ્માના ધિણોજ પાસે વિદેશી દારૂ બીજી ગાડીમાં ભરતી સમયે સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટકી, 1.54 લાખનો દારૂ ઝડપ્યો
ચાણસ્મા પંથકમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામ પાસે પલટી મારેલ ગાડીમાંથી અન્ય ગાડીમાં દારૂ ટ્રાન્સફર થઈ રહ્યો હતો ત્યારે જ છાપો મારીને વિદેશી દારૂ ઝડપી ચાણસ્મા પોલીસ ને વખત લપડાક આપી હતી.
મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામથી ગંગાપુરા જવાના માર્ગ પર વહેલી સવારે ગાઢ ધુમ્મસ હોય સદર માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ગાડી અમદાવાદ જઇ રહી હતી તે દરમિયાન ધુમ્મસને કારણે ગાડી પલટી મારી જતાં તેમાં ભરેલ વિદેશી દારૂ અન્ય ક્રેટા ગાડી તેમજ કેયા ગાડીમાં ટ્રાન્સફર થઈ રહ્યો હતો, ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળતા જ તાત્કાલિક સ્થળ પર પહોંચી વિદેશી દારૂની બોટલો નંગ 1140 કિ.રૂ 1.54 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. તેમજ પપ્પુરામ જગારામ બિસનોઈ ગામ.ડોલી તાલુકો .કલ્યાણપુર જિલ્લો. બાડમેર વાળાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.