રાધનપુરની રામદેવ સોસાયટીમાં રિટાયર્ડ જેલરના ઘર ઉપરા છ શખ્શોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ
રાધનપુર પોલીસને જાણ કરતા સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી
પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા લોકો મા ભય: પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કથળી હોય તેવી પ્રતિતિલોકો અનુભવી રહ્યા છે ત્યારે અસામાજિક તત્વો પણ જાહેરમાં મારામારી કરવાની સાથે ફાયરિંગ કરતા હોવાના બનાવો પણ વધી રહ્યાં છે.
ત્યારે આવોજ વધુ એક કિસ્સો પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ રામદેવ સોસાયટી માં ગત રોજ જેલર કરશનભાઇ રબારીના ઘરે 5 થી 6 જેટલા ઈસમોએ કોઈ કારણસર આવી રાત્રી દરમિયન બે રાઉન્ડ ફાયરીગ કરી 2 જેટલી ગાડીઓને નુકસાન કર્યું હોવાની ઘટના ઘટતા અને આ બાબતની જાણ રાધનપુર પોલીસ ને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસ માં ફાયરીગ ની બે ઘટના સામે આવી છે ત્યારે ગત રાત્રે રાધનપુર શહેર ની રામદેવ સોસાયટી માં રહેતા રિટાયડૅ જેલર ના ઘરે રાત્રીના સમયે 5 થી 6 જેટલા ઈસમોએ નજીવી મમાથાકુટ મા આશરે 2 રાઉન્ડ ફાયરીગ કરી 2 કાર ને નુકસાન કરવાની સાથે ધરના બારી બારણાંઓને પણ નુકશાન પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતની રિટાયડૅ જેલર દ્રારા રાધનપુર પોલીસ ને જાણ થતાં રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. તો બાબતે 6 ઈસમો સામે રિટાયર્ડ જેલર કરશનભાઈ રબારીએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ છે.
પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કથળી છે ત્યારે રાધનપુર મા બનેલી ફાયરિંગ ની ઘટના મામલે સનસનાટી મચી જવા પામી છે.
Tags 2 rounds Radhanpur's Six men