રાધનપુર પંથકમાં વરાપ નીકળતા દિવેલાના પાકનું વાવેતરના શ્રીગણેશ

પાટણ
પાટણ

રાધનપુર તાલુકામાં સીઝનનો 15 ઈંચ કરતા વધારે વરસાદ નોધાયો છે. ખેડૂતોએ પ્રથમ અને બીજા વરસાદે મહા મહેનત કરીને કઠોળ સહિત જુવારના પાકનુ વાવેતર કર્યુ હતું. પરંતુ થોડા દિવસ અગાવ આવેલા ભારે વરસાદને લઈને જુવાર અને કઠોળનો પાક નિષ્ફળ નિવડવાને આરે આવ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણાવાળા ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને લાબા સમય સુધી મગ, મઠ સહિત કઠોળની વાવણી માટે રાહ જોવી પડી હતી. પરંતુ સમયસર કઠોળની વાવણી કરી ન શકતા ખેડૂતોએ ચાલુ સીઝનમાં સારા પાકની વૃધ્ધી માટે દિવેલા પાકનું વાવેતર કરવાનુ શરૂ કરી નાખ્યુ છે.રાધનપુર તાલુકામાં ચાલુ વર્ષે અંદાજીત 10 હેકટરમાં દિવેલાના પાકનુ વાવેતર થયુ છે. જયારે સાંતલપુર તાલુકામાં 150 થી વધુ હેકટરમાં દિવેલાના પાકની વાવણી કરાઈ છે. વધુ વરસાદને કારણે ખેડૂતો બીટી કપાસ કે કઠોળના મોલની માવજત કરી શકયા નથી. બીટી કપાસ, જુવાર અને કઠોળના પાકમાં વરસાદી પાણી ભરાતા મોટા ભાગનો પાક નિષ્ફળ નિવડવાને આરે આવ્યો છે. તો ચાલુ સીઝનમાં ધરતીપુત્રો માટે આશારૂપ એવા દિવેલાના પાકના વાવેતરના શ્રીગણેશ ખેડૂતો કરી નાખ્યા છે.વધુ વરસાદને લઈને ગત સાલ કરતા ચાલુ સાલે દિવેલાના પાકનુ વાવેતર વધશે અને ખેડૂતો મોટા પ્રમાણમાં દિવેલાનુ ઉપ્તાદન લઈ શકશે તેવુ ખેડૂત આલમમાંથી જાણવા મળી રહ્યુ છે. ખેડૂત બચુભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે વધુ વરસાદને કારણે ખેડૂતો બીટી કપાસ અને કઠોળના પાકનુ સારૂ ઉત્પાદન લઈ શકે તેમ નથી. રાધનપુર તાલુકામાં જોવે તેવુ કઠોળ વાવી શકયા નથી. આમ છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લેતા ખેતરોમાં વાવણી માટે વરાપ આવી જતા ખેડૂતોને માત્ર દિવેલાનુ વાવેતર ફરજીયાત કરવાની ફરજ પડી રહી છે. માટે ચાલુ સાલે દિવેલાના પાકનુ ઉત્પાન વધશે. માટે ખેડૂતોએ છેલ્લા પંદર દિવસથી દિવેલાના પાકનું વાવેતર શરૂ કરી દીધું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.