પાટણ માર્કેટ યાર્ડમાં નવરાત્રિના પ્રારંભે કપાસની આવકના શ્રી ગણેશ
પ્રથમ દિવસે કપાસના ભાવ રૂ.1300 થી 2151 બોલાયા : પ્રથમ દિવસે 2720 મણ કપાસની આવક: કપાસના વેચાણા માટે આવેલા ખેડૂતોને ચેરમેન, વાઇસ ચેરમેન અને સેક્રેટરી સહિતના ડિરેક્ટરોએ મોં મીઠું કરાવી આવકાર્યા ખુલ્લી હરાજી,ખરૂ તોલ અને રોકડા નાણાં ના મંત્ર સાથે કામ કરતાં ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ખાતે નવરાત્રિના પ્રથમ નોરતે થી કપાસની આવકના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.
ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ખાતે પોતાના ખેત ઉત્પાદન ના વિવિધ પાકોનું વેચાણ કરવા આવતા ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હોય જેને લઈને પાટણ શહેર સહિત આજુબાજુના પંથકના ખેડૂતો તેમજ અન્ય જિલ્લાના ખેડૂતો પણ પોતાના ખેત ઉત્પાદનના વિવિધ પ્રકારના માલોનું વેચાણ કરવા પાટણ માર્કેટયાર્ડ ખાતે વિશ્વાસ સાથે આવતા હોય છે.
ત્યારે નવરાત્રિના પ્રથમ વખતેથી પાટણ માર્કેટયાર્ડ ખાતે કપાસની આવક શરૂ થતા માર્કેટ યાર્ડના ચેરમેન વાઈસ અને સેક્રેટરી સહિતના ડિરેક્ટરોએ ખાસ ઉપસ્થિત રહી કપાસ ના માલનું વેચાણ અર્થે આવેલા ખેડૂતોનું મીઠું કરાવી હરાજીની શુભ શરૂઆત કરવામાં આવી હતી પ્રથમ દિવસે પાટણ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી નો ભાવ ₹1300 થી લઈ 2151 સુધીનો પડ્યો હતો પ્રથમ દિવસે 2720 મણ કપાસની આવક પાટણ માર્કેટ યાર્ડમાં થઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.