પાટણ જિલ્લાના સાત ભોજન કેન્દ્રોનો જિલ્લા પંચાયતના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો

પાટણ
પાટણ

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે પાટણ જિલ્લામાં આજરોજ એકસાથે સાત કડિયાનાકા પાટણ (શહેર), સિદ્ધપુર, બાલીસણા, વાગડોદ, શંખેશ્વર, અને રાધનપુર પર ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજરોજ સમગ્ર રાજ્યમાં કુલ 155 કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેનાં ભાગરૂપે આજરોજ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં કન્વેશન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. અન્ય કડિયાનાકા પર વિવિધ મહાનુભાવોનાં હસ્તે ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર રૂ. 5/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે.જિલ્લાનાં પદ્મનાભ ચાણસ્મા રોડ-પાટણ, અનાવાડા દરવાજા જીમખાના પાસે-પાટણ, સૈફી કોલેજની સામે રાજપુર-સિદ્ધપુર, બાલીસણા પાટણ ઊંઝા રોડ-બાલીસણા, વાગડોદ બસ સ્ટેશન ડીસા હાઇવે-વાગડોદ, બસ સ્ટેશનની સામે-શંખેશ્વર, ગાંધી ચોક-રાધનપુર ખાતે ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. શ્રમિકોને ભોજન કેન્દ્રો પર ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ આપવામાં આવશે. સપ્તાહમાં એકવાર સુખડી જેવા મિષ્ટાનનો પણ સમાવેશ કરવામાં આવશે.


કાર્યક્રમનાં અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ બેન ઠાકોરે સંબોધન કરતા જણાવ્યું હતુ કે, શ્રમિક પરિવાર ભૂખ્યો ન રહે તે માટે સરકારે હંમેશા ચિંતા કરી છે. આજરોજ શ્રમિકો માટે જે ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે તે અંતર્ગત ઇ-નિર્માણ કાર્ડ દ્વારા શ્રમિકોને ભોજન આપવામા આવશે. જેઓની પાસે કાર્ડ ન હોય તેઓને સ્થળ પર જ કાર્ડ આપવામા આવશે. આજે અન્ય સ્થળો પરથી દેશભરમાં શ્રમિકો આજીવિકા રળવા માટે આવે છે. ગુજરાતનાં આર્થિક વિકાસમાં આ શ્રમિકોનો પણ મહત્વપુર્ણ ફાળો છે. તેથી જ ગુજરાત સરકાર શ્રમિકોનાં કલ્યાણ માટે કટિબદ્ધ છે. શ્રમિકોની સુખાકારી એ જવાબદારી કરતાં પણ વધું ફરજ છે. આજે સમગ્ર રાજ્યમાં 155 ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. અને નજીવી કિંમતમાં શ્રમિકોને ભોજન આપવામા આવશે. સરકારશ્રીનાં આ પ્રયાસને હુ બિરદાવું છુ.આજરોજ આયોજીત કાર્યક્રમમાં 10 લાભાર્થીઓને મુખ્ય મંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ, પ્રસુતિ સહાય, આકસ્મિક મૃત્યુ સહાય, શિક્ષણ સહાય અંતર્ગત ચેક વિતરણ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજીત રાજ્યકક્ષાના કાર્યક્રમને સૌએ લાઈવ નિહાળ્યો હતો.આજરોજ શ્રમિકો માટે ભોજન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી પાટણ મિતુલ પટેલ, જિલ્લા શ્રમ અધિકારી મનસ્વીબેન કથીરીયા તેમજ વિવિધ પદાધીકારીઓ, અધિકારીઓ, અને બહોળી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.