પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં ચાલી રહેલા રમતોત્સવનો સમાપન સમારોહ યોજાયો

પાટણ
પાટણ

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન.હાઈસ્કૂલના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, રો.ડો.બાબુભાઈ પ્રજાપતિ , મંડળના વહીવટી અધિકારી દિનેશભાઈ પટેલ,પ્રિન્સીપાલ ધનરાજ ભાઈ ઠક્કર, ભગિની સંસ્થા એન .જી. પ્રાથમિક શાળાના આચાર્ય વસંતભાઇ પટેલે રમતોત્સવ – 2024ના સમાપન કાર્યક્રમમાં હાજરી આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો.શેઠ એમ એન હાઇસ્કુલ માં ચાલી રહેલ ત્રિ-દિવસીય રમતોત્સવમાં 900 થી વધુ બાળકોએ પોતાનો આત્મા પરોવીને વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે કાર્યક્રમનો સમાપન સમારોહ કાર્યક્રમમાં વિજેતા બનેલા સ્પર્ધકોને રોટરિયન ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા ટ્રોફી અને ઇનામો આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. જેમાં વિવિધ પ્રકારની રમતો યોજવામાં આવી હતી, જેમકે સ્લો સાઇકલ, લીંબુ ચમચી ,700 મીટર દોડ, ગોળા ફેંક ,કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, રસ્સાખેંચ તેમજ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા રો.ડૉ. બાબુભાઈ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓ ને મનનીય વક્તવ્ય આપી અનેરી શીખ આપી હતી કે શરીર ને તંદુરસ્ત રાખીને સર્વાંગીણ વિકાસ માટે શિક્ષણની સાથે સાથે રમતગમતને પણ વિદ્યાર્થી જીવનમાં ઉતારીએ. કાર્યક્રમના અધ્યક્ષ અને ઉત્તર ગુજરાત યુવક મંડળના ઉપપ્રમુખ જાણીતા વકીલ એવા મહેન્દ્રભાઈ પટેલે પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં આવા કાર્યક્રમો કરવા બદલ આચાર્ય, શિક્ષક ગણ અને વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.તેમણે તેમની વાતમાં જણાવ્યું હતું કે ” રમતવીરોનો ઉત્સાહ જોઈને હું અનેરો રાજીપો પ્રકટ કરુ છું’ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમા મા.વિભાગમા 10/c ને હરાવી કર્મ પટેલના નેતૃત્વ હેઠળ 9-A 2024 ચેમ્પિયન ટીમ બની અને 10/C રનર્સઅપ રહી જેમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ શૌર્ય પટેલને જાહેર કરવામાં આવ્યો. ઉચ્ચતર માધ્યમિક વિભાગમા 12-A ને કારમી હાર આપીને 11-A ની ટીમ 2024 ની ચેમ્પિયન ટીમ બની અને 12-A ને ટુર્નામેન્ટ ની રનર્સઅપ ટીમ જાહેર કરાઈ. જેમાં પુરી ટુર્નામેન્ટમા ઉત્કૃષ્ટ ઓલ રાઉન્ડ દેખાવ બદલ મેન ઓફ ધ ટુર્નામેન્ટ મન ઠક્કર ને જાહેર કરવામા આવ્યો.રમતોત્સવ 2024 ના કન્વીનરો નરેશભાઈ પટેલ સંજયભાઈ પટેલ અને ડોક્ટર અલ્પેશભાઈ પટેલ દ્વારા રમતોનું ખૂબ જ સુંદર આયોજન થયેલું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.