પાટણમાં ઈન્ટરનેશનલ ટ્રેનર મેહુલ બરસરા દ્વારા NGESગણિત અંગે સેમિનાર યોજાયો

પાટણ
પાટણ

પાટણ શહેરની NGESકેમ્પસમાં બાળકો ગણિતમાં જીવંત બને, બાળકોમાં ગણિતનો હાઉ દૂર થાય તે માટે પ્રાયોગિક દ્વારા ગણિતની ઉંડી સમજણ વિદ્યાર્થીઓને અપાય હતા. પોતાની સરકારી નોકરી છોડી ગણિત માટે સમર્પિત થયા છે તેવા ઋષિતુલ્ય ગણિતજ્ઞ એવા ભારત દેશના તમામ રાજ્યો તથા વિદેશમાં પણ જેમણે ગણિતનો પ્રચાર અને પ્રસાર કર્યો છે તેવા ઇન્ટરનેશનલ ટ્રેનર મેહુલભાઈ બરસરા દ્વારા ગણિત પ્રાયોગિક રીતે કેવી રીતે સમજી શકાય તે માટે ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અરવિંદભાઈ જીવાભાઇ પ્રાથમિક શાળા અને પીપીજી એક્સપરિમેન્ટલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓને પ્રાયોગિક દ્વારા ગણિતની ઊંડી સમજ આપી હતી.બાળકો ને ભૂમિતિના પ્રમેય, રાઇડર્સ તેમજ ભૂમિતિની અન્ય સંકલ્પનાઓ ચોક અને ટોકથી સમજવામાં બાળકોને તકલીફ પડતી હોય છે. ત્યારે આજે મેહુલ ભાઈ દ્વારા કોઈ પણ વેસ્ટ કાગળમાંથી જુદા જુદા આકારો કેવી રીતે બનાવી શકાય, વિવિધ ખૂણાઓના ખ્યાલો તેમજ ગણિત એક જાદુ છે તેવી સમજ પ્રાયોગિક રીતે આપી હતી. આ સેમિનારનો લાભ કેમ્પસ ની ત્રણેય શાળાઓના બાળકો એ લીધો. આ પદ્ધતિથી બાળકો ખુબ ખુશ થયા. બાળકો ને ગમ્મત સાથે ગણિત ભણવાની ખુબ મજા આવી હતી. આ સેમિનાર માં મેનેજમેન્ટ માં થી કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર પ્રો. જય ધ્રુવ તેમજ ત્રણેય શાળાઓ ના આચાર્યો ધનરાજભાઈ ઠક્કર, ચિરાગભાઈ પટેલ, સંજયભાઈ પંચોલી અને ગણિત વિજ્ઞાનના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.