કોલેજોમાં નિયમ વિરુદ્ધ નર્સિંગમાં પ્રવેશ આપી વિધાર્થીઓના ભાવી સાથે ચેડાં કરનાર સામે પગલા ભરવા માગ

પાટણ
પાટણ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ની આગેવાની હેઠળ કુલપતિને આવેદનપત્ર આપી સાત દિવસની મહોતલ અપાઈ: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સલગ્ન કોલેજો માં નિયમ વિરુદ્ધ નર્સિંગ માં પ્રવેશ આપનાર સંસ્થાઓ તથા યુનીવર્સીટીના કર્મચારી ઉપર કડક માં કડક કાર્યવાહી કરવા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત વિદ્યાર્થીઓ અને એન એસ યુ આઈ દ્રારા   સુત્રોચાર સાથે ગુરૂવારે કુલપતિ ને આવેદનપત્ર આપી નિયમ વિરુદ્ધ નર્સિંગમાં પ્રવેશ આપનાર સંસ્થાઓ,યુનીવર્સીટીના કર્મચારીઓ ઉપર કડક માં કડક કાર્યવાહી કરવા 7 દિવસની મહોલત આપી  યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી મહાઆંદોલન કરવાની ચિમકી આપી હતી.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ કુલપતિ ને આપેલ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે વર્ષ 2023-24 માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ (INC) દ્વારા નર્સિંગ માં પ્રવેશ માટે ની અતિમ તારીખ 30/11/23 રાખેલ હતી.જેનો પરિપત્ર આ સાથે સામેલ છે.ગુજરાત  નર્સિંગ કાઉન્સિલ (GNC) દ્વારા 30/11/23 સુધી રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓ ને કાઉન્સિલ ના નિયમ -17 એટલે કે જે વિદ્યાર્થીઓ કાઉન્સિલ માં રજીસ્ટ્રર થયા હોય તેની એન્ટ્રી પોર્ટલ માં 23/12/23 સુધી કરવા ની જાણ ગુજરાત ની દરેક યુનીવર્સીટીઓ ને કરવામાં આવેલ હતી.

હેમચંદ્રાચાર્ય યુનીવર્સીટી દ્વારા દરેક સંસ્થા ને કાઉન્સિલ ના નિયમ – 17 પ્રમાણે સંસ્થાઓ ને પ્રવેશ આપવા પરિપત્ર કરવામાં આવેલ હતો.ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ (INC) તથા ગુજરાત નશિંગ કાઉન્સિલ (GNC ) ના નિયમ વિરુદ્ધ હેમચંદ્રાચાર્ય યુનીવર્સીટી સલગ્ર ઘણી બધી સંસ્થાઓ દ્વારા કાઉન્સિલ ના નિયમ-17 વિરુદ્ધ પ્રવેશ આપી દેવામાં આવ્યા અને અચરજ ઉપજાવે એવી વાત તો તે છે કે એ ગેર કાયદેસર રીતે પ્રવેશ આપનાર સંસ્થાઓ ના વિદ્યાર્થીઓ ને યુનિવર્સીટી દ્વારા કાઉન્સિલ જાણ કર્યા વગર પ્રવેશ કાયમ કરી એના એનરોલ્મેન્ટ નંબર પણ ફાળવી દેવામાં આવ્યા.વિદ્યાર્થીઓ એક સત્ર અભ્યાસ પણ પૂરો કરી લીધો અને યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓની પરિક્ષા પણ લઇ લેવામાં આવી છે.આમ યુનીવર્સીટી ના સતાધીશો અને સંસ્થાઓ ના મેળાપીપણા માં ૪૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ નું કીંમતી એક વર્ષ બગડેલ છે અને હાલ માં સંસ્થા કે યુનીવર્સીટી આ બાબતે મૌન બેઠી છે.

આ બાબતે અમે આપને નમ્ર અપીલ કરી એ છીએ કે દિન-૭ માં અપની યુનીવર્સીટી ના જવાબદાર અધિકારી ને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવામાં આવે અને જવાબદાર સંસ્થાઓ ઉપર જરૂરી કાર્યવાહી કરવામાં આવે. જો દિન-૭ માં આ કાર્યવાહી નહિ કરવામાં આવે તો ના છુટકે અમારા દ્વારા આપની યુનીવર્સીટી ખાતે વિધાર્થીઓને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.