સિદ્ધપુરના કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતના જન્મદિવસની ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના જન્મ દિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુષ્ય, સારી તંદુરસ્તી માટે ભારતીય જનતા પક્ષ દ્વારા અનેક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં સિધ્ધપુર સિવિલ હોસ્પિટલ, વાગડોદ સીએચસીમાં અને જંગરાલ સીએચસીમાં ભાજપના કાર્યકરો તરફથી દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું સિદ્ધનાથ મહાદેવ અને વટેશ્વર મહાદેવ ખાતે પાઠયાત્મક લઘુરુદ્રના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.મંત્રીની રજૂઆત પગલે સરસ્વતી નદીમાં પાણી આવેલ છે હિંગળાજ માતાના મંદિર પાસે મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પાણી વધાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો. તુલસીપુરા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું, વાલકેશ્વર મહાદેવ ખાતે કંપાઉન્ડ વોલ બનાવવાનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.તે ઉપરાંત કામધેનુ ગૌ હોસ્પિટલમાં ગૌ સેવા થકી ગૌ પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જ્યારે બિન્દુ સરોવર ખાતે લક્ષ્મી નારાયણ ભગવાનના યજ્ઞનુ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતુ જ્યારે અમરનાથ મહાદેવના મંદિરે મહા આરતીના કાર્યક્રમમાં કાર્યકરો ઉપરોક્ત મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા.ગોકુલ યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ તેમજ ધન્વન્તરિ યજ્ઞ , થેલેસેમિયા ટેસ્ટ, આર્યુવેદિક,હોમિયોપેથીક ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, યુનિવર્સિટીમાં બ્લડ ડોનેશન કેમ્પમાં 63 બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું. કાર્યક્રમમાં સિધ્ધપુર વિધાનસભા ભાજપ સંગઠનના હોદ્દેદારો, પદાધિકારી, મોરચાના હોદ્દેદારો, નગરપાલીકા પ્રમુખ અને સદસ્યો,એપીએમસી પ્રમુખ અને સદસ્યો, તાલુકા , જિલ્લા પંચાયત સદસ્ય જીલ્લા , પ્રદેશ પદાધિકારી સહિત સૌ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ઉજવણી કરી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના દીર્ઘાયુ આયુષ્યની પ્રાર્થના કરી હતી આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.