પાટણમાં મૂર્તિકારો ગણેશજીની માટીની મૂર્તિને રંગવાની અને શણગારવાના કામમાં લાગ્યાં

પાટણ
પાટણ

પાટણ શહેરમાં વર્ષોથી માટીમાંથી મૂર્તિઓ અને રમકડાં બનાવતા ઓતિયા સમાજના કારીગરો વિઘ્નહર્તા ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીને લઈ માટીમાંથી મૂર્તિઓ બનાવી તેન રંગવાની અને શણગાર કરવાના કામમાં લાગી ગયા છે. શહેરમાં રહેતા ઓતિયા સમાજના ચાર જેટલા પરિવારોના પૂર્વજો માટીમાંથી કાનુડો, દશા માતાજી સહિત અન્ય ચીજવસ્તુઓ બનાવે છે. આજે પણ વર્ષોથી માટીમાંથી વિવિધ વસ્તુ બનાવવાની બાપદાદાની પરંપરા તેઓએ જાળવી રાખી છે.હિન્દુ ધર્મના વિવિધ ધાર્મિક તહેવારોમાં આ માટીકામનાં કારીગરો વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી તેનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, હમણાં જ દશામાંના વ્રતમાં આ કારીગરોએ માટીમાંથી માતાજીની સુંદર મૂર્તિઓ બનાવી હતી અને હવે આગામી ભાદરવ સુદ ચોથના દિવસે ગણપતિ ભગવાનની આરાધનાનું પવિત્ર પર્વ ગણેશચતુર્થીનો તહેવાર આવી રહ્યો હોય પાટણના ઓતિયા પરિવારના માટીકામના કારીગરોએ માટીમાંથી ગણપતિ દાદાની વિવિધ મુદ્રાઓવાળી મૂર્તિઓ બનાવી છે અને હાલમાં આ મૂર્તિઓને રંગવાની અને શણગાર કરવાના કામમાં લાગી ગયા છે.

મૂર્તિકાર નવીન ઓતિયાએ જણાવ્યું હતું કે, અમારા 4 પરિવારો નવીનભાઈ ઓતિયા, કનુભાઈ ઓતિયા, નરેશભાઈ ઓતિયા, ધર્મેન્દ્રભાઈ ઓતિયા વર્ષોથી માટીની મૂર્તિ બનાવે છે. હાલ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવતા તેઓ પી ઓ પીની જગ્યાએ માટીમાંથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિઓ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જેથી અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવતા હોવાથી તેમજ માટીમાંથી મૂર્તિ બનાવવામાં એક અઠવાડિયાનો સમય લાગતો હોવાથી 3 મહિનાથી ગણેશની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવું પડે છે. રૂ 100 થી લઈ 10 હજાર રૂ સુધીની માટીની વિવિધ શણગાર વાળી મૂર્તિઓ બજારમાં વેચાણ માટે મુકાઈ છે.શહેરમાં ઓતિયા પરિવારના નવીનભાઈ ઓતિયા તેમના બે પુત્રો સાગર અને ચિરાગ તેમજ નરેશભાઈ ઓતિયા , પેમેન્દ્રભાઈ ઓતિયા , ચંપકલાલ ઓતિયા વર્ષોથી માટીની મૂર્તિઓ બનાવે છે.મૂર્તિકાર નવીન ઓતિયાના જણાવ્યાં અનુસાર સૌ પ્રથમ તળાવમાંથી ચીકણી માટી લાવીએ છીએ, તેને થોડા દિવસ પાણીમાં પલાળવામાં આવે છે પછી તેને ચારણી વડે ચાળી લઈ માટીને ખૂદી તેયાર કરવામાં આવે છે, પછી તે માટીમાંથી મૂર્તિઓ બનાવવામાં આવે છે.ગણેશચતુર્થીને લઈ કારીગરો ગણપતિની વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી રહ્યા છે, જેમાં લાલબાગ કા રાજા, બાહુબલી અવતાર, ગણપતિ સિહાસન, શંખ, ડમરુ, શેષનાગ પર બિરાજમાન હોય તેવી વિવિધ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે.નરેશભાઈ ઓતિયાએ જણાવ્યું હતું કે, એક મહિનાથી માટીમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવીએ છીએ. હાલમાં મોડી રાત સુધી રંગરોગાન કરી રહ્યા છીએ. માટીની મૂર્તિઓની માંગ વધુ છે. હાલમાં 80 ટકા જેટલી માટીની મૂર્તિનું બુકિંગ થયું છે, આગામી સમયમાં બુકિંગ વધશે. અમારા 4 પરિવારમાં અંદાજે 1000 જેટલી માટીની નાની મોટી મૂર્તિનું બુકિંગ થયું છે.નરેશભાઈ ઓતિયાએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં 100થી વધુના ઓર્ડર નોંધાયા છે, હજુ ચાલુ છે. હાલમાં માટીની નાની-મોટી મૂર્તિનું રંગરોગાનનું કામ ચાલુ છે. ગણેશજીની મૂર્તિ બુકિંગ કરાવનાર પ્રિયલે જણાવ્યું હતું કે, અમે દર વર્ષ અમારા ઘરે માટીની પ્રતિમાનું સ્થાપન કરીએ છીએ, એટલે અત્યારે માટીની મૂર્તિનું બુકિંગ કરવા આવ્યા છીએ.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.