પાટણ જિલ્લામાં તાલુકાઓમાં કુપોષિત બાળકોનું સ્ક્રિનીંગ હાથ ધરાયું

પાટણ
પાટણ

પાટણ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં અતિકુપોષિત (ગ્રોથ ચાર્ટ મુજબ લાલ કલરના) બાળકોનું તાત્કાલિક આઈ.સી.ડી.એસ. સ્ટાફ મારફતે પોષણ સબંધિત સેવાઓ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત આર.બી.એસ.કે. સ્ટાફ મારફતે આ બાળકોનું મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે.અતિકુપોષિત બાળકોના મેડિકલ ચેકઅપ ઉપરાંત જરૂરી સેવાઓ જેવી કે, આયર્ન ફોલિક (ટેબલેટ/સિરપ), કૃમિનાશક દવા, વિટામીન-એ વગેરે આપવામાં આવે છે. બાળકોની પ્રાથમિક બીમારીનું નિદાન-સારવાર કરીને ગંભીર બીમારીવાળા બાળકોને સંબધિત સેવાઓ આપવા માટે નિષ્ણાત તબીબોને રીફર કરવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.પાટણ જિલ્લામાં તાલુકા દીઠ હાલમાં કુપોષિત બાળકોનું સ્ક્રિનીંગ હાથ ધરાયું છે. જિલ્લાનું કોઈ પણ બાળક કુપોષિત ન રહી જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટીબદ્ધ છે. દરેક તાલુકાઓમાં ગામડા દીઠ બાળકોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.