પાટણના સાંતલપુર નેશનલ હાઈવે માર્ગ પર બે ટ્રકો વચ્ચે સર્જાયેલા અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર અવાર નવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે મંગળવારના રોજ પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઇવે માર્ગ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા અને સમયસર પોલીસ ધટના સ્થળે નહિ પહોચતા હાઈવે પર ચકકાજામના દ્રશ્યો સર્જાયા હતા. જેને કારણે વાહન ચાલકોએ પોલીસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી માગૅ ચક્કાઝામ કરતાં અને મોડી મોડી સ્થળ પર આવેલ પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત ટ્રક ચાલક સાથે અસભ્ય વતૅન કરતાં ટ્રક ચાલકે પોતાના શરીર ઉપર ડીઝલ રેડી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં વાતાવરણ તંગ બનવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ બાબતે સમી પોલીસ દ્રારા અકસ્માત ગ્રસ્ત બંને ટ્રક ચાલકોની ફરિયાદ લેવાની તજવિજ હાથ ધરી હાઈવે પર નો ચકકાજામ દુર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.સાંતલપુરની પીપરાળા ચેકપોસ્ટ નજીક મંગળવારે બે ટ્રકો વચ્ચે સર્જાયેલા અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો અકસ્માતની જાણ પોલીસ તંત્રને કરવા છતાં મોડે સુધી પોલીસ નહીં પહોંચતા વાહન ચાલકોએ પોલીસ તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી ટ્રક ચાલકોએ હોબાળો મચાવી સાંતલપુર પોલીસ ખોટી રીતે વાહન ચાલકોને હેરાન કરતી હોવાના આક્ષેપો પણ વાહન ચાલકોએ કયૉ હતાં.


ટ્રક ચાલકોના વિરોધના કારણે નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગતાં પોલીસની કનડગતથી કંટાળી અકસ્માત ગ્રસ્ત ટ્રક ચાલકે પોતાના શરીર પર ડીઝલ રેડી આપઘાતનો પ્રયાસ કરતાં સ્થાનિક પોલિસ કર્મીઓ અને હાજર રહેલ અન્ય લોકોએ ટ્રક ચાલકને આત્મવિલોપન કરતા અટકાવ્યો હતો.તો બનાવને પગલે સાંતલપુર પોલીસે અકસ્માત ગ્રસ્ત બન્ને ટ્રક ચાલકોની પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરી હોવાનું સાતલપુર PSI હાર્દિક પરમારે ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.