મોડાસામાં બચત ખાતાના પૈસા પોસ્ટમાં નહીં ભરી છેતરપિંડી કરી, પતિ-પત્નિ સામે FIR

પાટણ
પાટણ

મોડાસા શહેરમાં એક યુવક સાથે પડોશમાં રહેતી મહિલા અને તેના પતિએ પોસ્ટમાં બચત કરવા આપેલા પૈસા બારોબાર ચાઉં કરી ગયા હોવાની ફરીયાદ નોંધાઇ છે. શહેરના એક વિસ્તારમાં સોનાચાંદીના કારીગરે પૈસાની બચત કરવા મોડાસા પોસ્ટમાં આર.ડી.રીકેરીંગ ખાતુ પાડોશમાં રહેતી એજન્ટ મહિલા પાસે ખોલાવ્યુ હતુ. જે બાદમાં પૈસાની જરૂર હોઇ પોસ્ટમાં જઇ તપાસ કરતાં તેમના ખાતામાં માત્ર 40,000 જમા હોઇ તેઓ ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં મહિલા એજન્ટ અને તેના પતિને મળતાં થોડાક દિવસોમાં વ્યાજ સાથે પૈસા પરત આપી દેવાનો વાયદો કરી આજદીન સુધી પરત નહીં આપતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના બોરડીવાડા કુવા વિસ્તારમાં રતન ચિતરંજન હલધર પરિવાર સાથે રહી સોનાચા઼દીના દાગીના બનાવવાનો ધંધો કરે છે. આ તરફ એમની પાડોશમાં રહેતાં મંજુલાબેન વિજયભાઇ મહેતા મોડાસા પોસ્ટ ખાતાના એજન્ટ હોઇ અને પરિચિત હોઇ બચત આર.ડી પોસ્ટ ખાતુ 2014માં ખોલાવ્યુ હતુ. આ તરફ 21-01-2014થી માસીક રૂ.2,000 એજન્ટને આપતાં હોવાથી તા.1-12-2018 સુધીમાં 5 વર્ષ પુરા તેઓને દર માસે 2,000 લેખે રૂ.1,20,000આપેલ અને તેની વિગતો પણ કાર્ડમાં લખેલ હતી.

આ દરમ્યાન દોઢેક માસ અગાઉ ફરીયાદીને પૈસાની જરૂર હોઇ મોડાસા પોસ્ટ ઓફીસ ગયા બાદ બચત આર.ડી. એકાઉન્ટ ખાતુ ચેક કરાવતાં તેમના ખાતામાં માત્ર 40,000 જમા પડ્યા હતા. જેથી રૂ.80,000 મહિલા એજન્ટે અને તેના પતિએ પોસ્ટ ખાતામાં જમા કરાવ્યા નહોતા. જે બાદમાં ફરીયાદીએ તેમનો સંપર્ક કરતાં સરખો જવાબ ન આપીને બાકીના રૂપિયા એકાદ મહિનામાં વ્યાજ સહિત પરત આપવાનું કહ્યુ હતુ. જોકે આજદીન સુધી પૈસા પરત નહીં આપતાં ફરીયાદીએ મહિલા એજન્ટ અને તેમના પતિ વિરૂધ્ધ પોસ્ટખાતાના પૈસા ચાંઉ કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવી છે. આ તરફ મોડાસા ટાઉન પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 409, 420, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ
વિજયભાઇ રમણલાલ મહેતા
મંજુલાબેન વિજયભાઇ રમણલાલ મહેતા, બંને રહે.બોરડીવાળા કુવા, શરાફ બજાર, મોડાસા, જી.અરવલ્લી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.