સરસ્વતી ના સરીયદ ગામની સીમ માંથી જુગાર રમતા છ જુગારીયા ઈસમો ને સરસ્વતી પોલીસે ઝડપી લીધા

પાટણ
પાટણ

પાટણ ના સરસ્વતી તાલુકાના સરીયદ ગામની સીમમાં જાહેરમાં પાના પતિનો જુગાર રમતા છ જુગારીઆ ઈસમોને રોકડ રકમ સહિત જુગારના સાહિત્ય સાથે સરસ્વતી પોલીસે ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ જીલ્લામાં પ્રોહી જુગાર લગત ગુનાઓ શોધવા સારૂ સુચના કરેલ હોઇ તેમજ નાયબપોલીસ અધિક્ષક કે.કે.પંડયા સિધ્ધપુર વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર  ડી.ડી.ચૌધરી સરસ્વતી પો.સ્ટે નાઓની સુચના મુજબ પ્રોહી/જુગાર લગત ગુનાઓ શોધવા સારૂ સરસ્વતી પોલીસ સ્ટાફના માણસોસરસ્વતી પો સ્ટે વિસ્તારમાં પ્રેટ્રોલિંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સરસ્વતી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના સરીયદ ગામે ખુલ્લી જગ્યામાં ત્તીનપતીનો હાર-જીતનો પોતાના અંગત ફાયદા સારૂ જુગાર રમી રમાઈ છે જે હકીકત આધારે સદરી જગ્યાએ રેઇડ કરી જુગાર રમતા છ જુગારીઆ ઈસમોને પકડી પાડી સરસ્વતી પો.સ્ટે ખાતે જુગારઘારા-૧૨ કલમ મુજબ ગુનો રજી આગળ ની કાયૅવાહી હાથ ધરી છે. પકડાયેલ જુગારીઆ મા

મણાભાઇ ચંદુભાઇ જૈસંગભાઇ ભંગી, રહે. સરીયદ ભંગીવાસ તા.સરસ્વતી જી.પાટણ, મનોજભાઈ સોમાભાઈ ઘનાભાઇ ભંગી રહે-અરણીવાડા તા.કાંકરેજ જી.બી.કે,મોહસીનખાન ઇમામખાન રહીમખાન બલોચ રહે સરીયદ સુમરાવાસ તા.સરસ્વતી,નાસીરખાન મોહમદખાન બલોચ રહે-સરીયદ જૈન દેરાસર પાછળ તા.સરસ્વતી, મીરખા ગુલાબખા બલોચ રહે-સરીયદ જૈન દેરાસર પાછળ તા સરસ્વતી જી પાટણ અને હરેશભાઇ ડાયાભાઇ મનાભાઈ ભંગી રહે સરીયદ ભંગીવાસ તા.સરસ્વતી જી.પાટણ હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.