પીપરળા ચેક પોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી ટાટા ટ્રક ઝડપી લેતી સાંતલપુર પોલીસ

પાટણ
પાટણ

વિદેશીદારૂની બોટલો નંગ-9120 સાથે કુલ.રૂ .18,84,936નો  મુદામાલ જપ્ત કરી કાયૅવાહી હાથ ધરી: પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી વિભાગ. ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલ નાઓ તરફથી પાટણ શહેર સહિત જિલ્લામાં પ્રોહી-જુગારની ગે.કા. પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે પ્રકારની કામગીરી કરવા સુચના કરેલ હોય જેને ધ્યાનમાં રાખીને મહેન્દ્રસિંહ.બી.સોલંકી ઇન્ચા. નાયબ પોલીસ અધિક્ષક , રાધનપુર તથા પી.જે.સોલંકી સર્કલ પો.ઇન્સ, રાધનપુર કેમ્પ સમીનાઓના માર્ગદર્શન હેઠળ એચ.વી.ચૌધરી, પો.સબ.ઇન્સ. સાંતલપુર પો.સ્ટે.નાઓની ખાનગી બાતમી હકિકત આધારે પીપરાળા ચેક પોસ્ટ ઉપર નાકાબંધી કરીને સઘન વાહન ચેકિંગ દરમ્યાન ટાટા ટ્રક ગાડી નં. HR-55-W- 7732 માં કન્ટેનર પેપર રોલ ભરી અંદર ખાનગી ખાનુ બનાવી સંતાડેલ ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ-9120 કિ.રૂ.864720 તથા ગાડી નં. HR-55-W-7732 કિ. રૂ. 8,00,000પેપર રોલ બીલ્ટી મુજબ કી.રૂ.2,08,716, મોબાઇલ ફોન-02 કિ.રૂ.6,000 રોકડા રૂપિયા 5500 મળી કુલ રૂ. 18,84,936/- ના મુદ્દામાલ સાથે આરોપી- સમીર શહજાદ ગફુર શાહ (ફકીર) મુસ્લિમ ઉ.વ-24 ધંધો ડ્રાઇવિંગ રહે વોર્ડ નંબર-6 ફકીર મોહલ્લા ગંગધાર તા-ગંગધાર જિ-ઝાલાવાડા (રાજસ્થાન) તથા સુનીલ કુમાર માનસિંગ જંડુલાલ જંગા ઉ.વ-30 ધંધો-મજુરી રહે-જવાહરનગર (ટ્રાન્સપોર્ટ નગર) પ્લોટ નંબર-104 કચ્ચી બસ્તી તા.જિ-જયપુર હાલે રહે-અનંતપુરા 12 CISF કેમ્પ બેહરોર તા.જિ.બેહરોર (રાજસ્થાન) વાળાઓને પકડી  વિદેશીદારૂ આપનાર- શમશેરસિંગ કેદારસિંગ રાજપૂત રહે-CBI ફાટક જગતપુરા જયપુર રાજસ્થાન તથા મનોજભાઈ જ્યાની તથા એક અજાણ્યો છોકરો જેનુ નામ સરનામુ ખબર નથી વાળાઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ સાંતલપુર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.