ગુજરાત એસટીમાં કંડકટર ભરતીની જાહેરાત બાદ પાટણ આરટીઓમાં લાયસન્સ લેવા ધસારો

પાટણ
પાટણ

પાટણ આરટીઓ કચેરી ખાતે કંડકટર લાઇસન્સ માટે અરજદારોની વહેલી સવારથી ભીડ જોવા મળી હતી. અરજદારોના ઘસારાને ધ્યાનમાં લઇ એક કલાક અને એક ઇન્સ્પેક્ટરની ફાળવણી કરી એક વિન્ડો સિસ્ટમ વધારાની ગોઠવી અરજદારોને ઝડપથી કંડકટર લાઇસન્સ ફાળવવા આવી રહ્યા છે. રોજના 130થી વધારે કંડકટર લાઇસન્સ ઇસ્યુ કરવા સવા૨ે 10:00થી રાતના 10:00 વાગ્યા સુધી કર્મચારી ફરજ બજાવી રહ્યા છે.કંડકટર લાઇસન્સ લેવા માટે આવતા અરજદાર માટે પ્રથમ આરટીઓ કચેરીમાં ટોકન સિસ્ટમ ફાળવવામાં આવી છે. ત્યારબાદ પાટણ આરટીઓ ક્ચેરીમાં અરજદારને આંટાફેરા મારવા ના પડે એટલા માટે સ્ટાફ દ્વારા તેમના ડોક્યુમેન્ટ લઈ લાગતું વળગતી પ્રોસેસ પૂરી કરી તે અરજદારનો ફોટોગ્રાફ અને ઇન્ટરવ્યૂ લઈ કંડકટર લાઇસન્સ કરી આપવામાં આવી રહ્યા છે.


આ વ્યવસ્થામાં બે ક્લાર્ક,બે ઇન્સ્પેક્ટર મૂકી વિન્ડો સિસ્ટમ ગોઠવી અને એક દિવસમાં 150 થી 200 લાઈસન્સ ઇસ્યુ કરી ભરતીની જાહેરાતથી લઈ અત્યાર સુધીમાં 1900 જેટલા કંડકટર લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. તેવું એઆરટીઓ જે.જે.ચૌધરીએ જણાવ્યું હતું.તો વધુ માં જણાવ્યું હતું કે જીસ્વાન નેટવર્ક પ્રોબ્લેમ લીધે વારેઘડીએ નેટવર્ક છોડી દેતા અરજદારોને મુશ્કેલીઓ પડી રહી છે.અમે જીસ્વાનમાં જાણ કરતા હાલમાં એન્જિનિયર દ્વારા નેટવર્ક ઇશ્યુ સોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.