પાટણના આનંદ સરોવર બગીચામાં ઝેરી દવા પી લેતા દોડધામ

પાટણ
પાટણ

પાટણના ગાયત્રી મંદિર નજીક આવેલા આનંદ સરોવર બગીચામાં એક યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા દોડધામ મચી હતી. સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા 108 દ્વારા યુવતીને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. યુવતીના કબજામાંથી એક કાગળ મળી આવ્યો છે જેમાં ત્રણ લોકોના નામ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

પાટણના આનંદ સરોવર નજીક આવેલા બગીચામાં એક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ અન્ય સ્થાનિક લોકોને થતા 108ને જાણ કરવામાં આવી હતી. 108 દ્વારા આ યુવતીને તાત્કાલીક સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.યુવતીના કબજામાંથી એક ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં ત્રણ લોકોના નામ સાથે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ધારપુર હોસ્પિટલમાં તબીબ દ્વારા યુવતીની સારવાર શરૂ કરવામાં આવી છે. યુવતીના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.પોલીસ દ્વારા પણ હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.