પાટણનાં વોટર વર્કસનાં બોરો ઉપર રૂ. 1.30 કરોડનાં ખર્ચે ઓટોમેટિક સિસ્ટમ લગાવવામાં આવશે

પાટણ
પાટણ

પાટણ શહેરનાં તમામ વોટર વર્કસ ઉપર ટૂંકમાં 57 જેટલા ઓટોમેટિક સ્ટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. ‘ફુલલી ડિઝીટલ ઓટોમેટિક વીથ ફુલ્લી મોટર પ્રોટેકશન ક્યુબિક પેનલ બોર્ડ’ તરીકે ઓળખાતી આ સિસ્ટમ ઇન્સ્ટોલ થતાં શહેરની નગરપાલિકા હસ્તકની ઓવરહેડ ટાંકીઓ અને સમ્પોમાંથી પાણી ઉભરાઇ જવાની ઘટનાઓ થંભી જશે અને પાણીનો બગાડ અટકશે. આ સિસ્ટમ વસાવવા માટે પાટણ નગરપાલિકાએ 14મા નાણાં પંચની વર્ષ 2018-19અને 2019-20ની ગ્રાન્ટમાંથી રૂ. 1 કરોડ 29 લાખ 40 હજાર 850નો ખર્ચ કરશે. આ માટે પાટણ નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.

આ કામગીરી અંતર્ગત આ સિસ્ટમ માટે સોફ્ટ સ્ટાર્ટર, પમ્પ પેનલ બોર્ડ, નવી સિસ્ટમનાં ઓટોમેટિક સમ્પ ભરાઇ જાય તો તેનાંથી પાણી પૂરવઠો સ્થગિત થઇ જાય તથા ઓવરહેડ ટાંકીઓ પણ ભરાતી અટકી જશે. પાટણ નગરપાલિકાએ વોટર વર્કસ શાખાનાં કુલ ત્રણ મુખ્ય કામો માટે રૂ. 2 કરોડ 31 લાખ 02 હજાર 543નાં કામોની ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.