રોટરી અને રોટરેક્ટ ક્લબ પાટણ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓને રેડિયમ સ્ટીકર લગાડાયા
રોટરી અને રોટરેક્ટ ક્લબ ઓફ પાટણ દ્વારા અંબાજી જતાં પદયાત્રીઓને રાત્રે શહેરના સિધ્ધપુર ચાર રસ્તા નજીક રેડિયમ સ્ટીકર લગાડી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. અંબાજી જતાં પદયાત્રીઓને રાત્રિ દરમિયાન માગૅ પર સુરક્ષિત કરી શકાય તે માટે લગાવવામાં આવેલ સેફ્ટી રેડિયમ સ્ટીકરના આ પ્રોજેક્ટની અંબાજી જતાં પદયાત્રીઓએ પણ સરાહના કરી હતી.
રોટરી અને રોટરેકટ ક્લબ પાટણના સંયુક્ત ઉપક્રમે પદયાત્રીઓની સુરક્ષા માટે આયોજિત કરાયેલા રેડિયમ સ્ટીકર લગાવવાના આ કાર્યક્રમમાં રોટરી અને રોટરેકટ કલબ પાટણ ના પ્રમુખ,મંત્રી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.