પાટણના સંખારી પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, 2ના મોત, ત્રણને ઇજા પહોંચી

ગુજરાત
ગુજરાત

પાટણના સંખારી પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત નીપજ્યાં છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છેકે, પાટણ તાલુકાના સંખારી ગામ નજીક પાટણ શહેરના બુકડી વિસ્તારમાં રહેતાં સાઇનાબાનુ , ફુલસમબીબી , હનીફાબીબી રિક્ષા લઇ મણુંદથી દર્શન કરી પાટણ પરત આવી રહ્યાં હતા . જ્યાં રિક્ષામાં ચાલક મન્સુરી બસીર અને સાથે સથવારા ક્રીશ પણ હતો. આ દરમિયાન સાંજના સાડા સાત વાગ્યા આસપાસ સંખારી ગામ નજીક આવતાં પાટણ તરફથી આવતી સ્વિફ્ટ ગાડીના ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી ભયાનક હતી કે, રિક્ષા ચોકડીઓમાં ઘુસી ગઇ હતી.

રાહદારીઓને ઘટનાની જાણ થતાં 108 બોલાવી તમામ ઇજાગ્રસ્તોને બહાર નીકાળી ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સાઈન બાનુંના સાસુ ફુલસમબીબી પઠાણ અને રિક્ષા ડ્રાઇવર મન્સુરી બસીરનું સારવાર વચ્ચે મોત થયુ હતુ . આ સાથે સાઈન બાનું ને નાકના ભાગે ફ્રેકચર ,બંને પગે ઢીંચણ ના ભાગે ઇજા, હનીફાબીબીને ડાબી સાઇડના ખભા અને કપાળના ભાગે ઇજાઅ અને સથવારા ક્રીશને જમણા પગે ઇજા પહોંચી હતી. ઘટનાને લઇ સાઇનાબાનુએ ફરાર કારચાલક સામે પાટણ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.