પાટણના હાસાપુર વોડૅના રહીશોએ દબાણ સહિતના પ્રશ્નો રજૂઆત

પાટણ
પાટણ

શહેરીજનોની પ્રાથમિક જરૂરિયાતોને સ્થળ પર સાંભળી તેના નિરાકરણ માટે પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે આયોજિત કરાયેલ નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત આજરોજ શહેરના હાશાપુર વોડૅ વિસ્તારની પાલીકા પ્રમુખ સહિત ની ટીમે મુલાકાત લીધી હતી.

નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત હાસાપુર વોડૅની મુલાકાત દરમિયાન વિસ્તારના રહીશોએ રોડ,રસ્તા,પા ણી, સ્ટ્રીટ લાઈટ તેમજ ગોલ્ડન ચોકડીથી હાશાપુર તરફના માગૅ પરની કેનાલ પરના દબાણો સહિતની સમસ્યાઓ રજૂ કરતાં તેના નિરાકરણ માટે પાલિકા ટીમ દ્વારા રહિશો ને હૈયા ધારણા આપવામાં આવી હતી.પાટણ નગરપાલિકાના નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હીનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત વિવિધ શાખાઓના ચેરમેનો,નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.