![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/પાટણની-પદ્મનાભ-નગર-hed.jpg)
પાટણની પદ્મનાભ નગર સોસાયટીના રહીશોએ પાણી મુદ્દે પાલિકામાં માટલા ફોડ્યા
પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી પાણીનો પ્રશ્ન હલ કરવા રહીશોએ માંગ કરી: પાટણ શહેરની પદ્મનાભ નગર સોસાયટીના રહીશોએ ગુરૂવારે પાટણ નગરપાલિકામાં પાણી મુદ્દે ઉગ્ર રજૂઆત સાથે માટલા ફોડી રોષ વ્યકત કરી પાલિકા પ્રમુખની ચેમ્બરમાં પ્રવેશી પાલિકાનું વાતાવરણ ગરમાયું હતું. તો પ્રમુખ ને પાણી નહીં મળવા બાબતની રહીશોએ ઉગ્ર રજૂઆત કરી હતી.
પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 11 ના વિસ્તારમાં આવેલ પદ્મનાભ નગર સોસાયટી ના રહીશો ને પાણી મળતું ના હતું ત્યારે રહીશો દ્વારા પાટણ નગરપાલિકામાં અઠવાડિયા અગાઉ આવી ઉગ્ર રજૂઆત કરતા પાટણ નગરપાલિકાના સત્તાધીસો દ્વારા માધવ નગર સોસાયટીની પાણીની પાઇપલાઇન માંથી માધવ નગર નું કનેક્શન જોડાણ આપી દેતા અઠવાડિયા થી પદ્મનાથ નગરની સોસાયટીનું પાણી બંધ થઈ જવા પામ્યું છે. જેના કારણે પદ્મનાથ નગર સોસાયટીના રહીશોએ વારંવાર નગરપાલિકાના પ્રમુખ અને વોટર વકૅસ શાખાના અધિકારીને રજૂઆત કરતા કોઈ પણ જાતનો નિવેડો ના આવતા ગુરૂવારે પદ્મનાથ નગર સોસાયટીના રહીશોએ પાટણ નગરપાલિકામાં આવી પાલિકા પ્રમુખ ની ચેબ્બર માં ઉગ્ર રજૂઆત કરી માટલા ફોડ કાર્યક્રમ કર્યો હતો.
પ્રમુખને પાણી નહીં મળવા બાબતની ઉગ્ર રજૂઆત કરી સુત્રોચાર કરવામાં આવ્યા હતા. આ રજૂઆત માં કોંગ્રેસના શહેર પ્રમુખ દિપક પટેલ સહિત સોસાયટી ના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તો પાણીના પ્રશ્ને યોગ્ય નિરાકરણ ની પાલિકા પ્રમુખ દ્રારા રહીશોને હૈયાધારણા આપવામાં આવી હતી.