રાધનપુર સમી સાંતલપુર વિસ્તારમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં આપવા રજૂઆત
રાધનપુર સમી સાંતલપુર વિસ્તારમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં આપવા રજૂઆત: રાધનપુર સમી સાંતલપુર વિસ્તારમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં આપવા ધારાસભ્ય એ પાણી પુરવઠા વિભાગ ના મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખી ને સમી પાણી પુરવઠા વિભાગની આળસ છતી કરી રજૂઆત કરવામાં આવી છે
રાધનપુર સમી સાંતલપુર તાલુકાના છેવાડાના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં ન મળતું હોય તેમજ પીવાના પાણીના સંપ માં સાફ સફાઈ તેમજ ઘણા સમયથી કરવામાં આવતી નહિ તેમજ સમી માં ખુલ્લા પાણીના મેઈન ટાંકામાં થી પીવાનું પાણી આપવમાં આવે છે તેમજ ટાંકા ની છતનો કાટમાળ ટાંકામાં જ પડ્યા છે.
તેમજ દાદકા ગામે હેડ વર્કશ પર સ્ટોરેજ ટાંકામાં સાફ સફાઈ થતી નથી તેમજ ત્યાં મોટર બંધ છે તેમજ પીવાના પાણીના ટાંકામાં મૃત્યુ પામેલ કબૂતર તરેછે ત્યારે સુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રજૂઆત કરી હતી ઉનાળાની શરૂઆત થઈ ગયી છે કાળઝાળ ગરમી વચ્ચે વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ધારાસભ્ય દ્વારા પાણીની સમસ્યા હલ થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વિધાન સભાના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની મોંકાણ સર્જાવા પામી છે ધારાસભ્ય પીવાના પાણીની સમસ્યા લઈને ચિંતિત છે અને સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન વહેલામાં વહેલી તકે કાયમી માટે ઉકેલાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવા અગ્રેસર છે.