પાટણ શહેરમાં રીમઝીમ અને હારીજમા વાવણી લાયક વરસાદ વરસ્યો

પાટણ
પાટણ

પાટણ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધીમી ધારે પધરામણી થતાં ખેડૂતો મા ખુશી વ્યાપી જવા પામી છે ત્યારે બુધવારે હારીજ પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જળબંબાકાર ની સ્થિતિ સજૉઈ હતી. હારીજ મા બપોરબાદ મેઘરાજા મહેરબાન થતા વરસાદી માહોલ જામ્યોહતો. મુખ્ય બજાર સહિત ઠેરઠેર જગ્યાએ  વરસાદી પાણી ભરાયા હતા.

વરસાદ વરસતા ઉકળાટ ભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો ચાલું વરસાદે બાળકોએ  વરસાદમાં નહાવાની મજા માણી હતી. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.