પાટણ યુનિવર્સિટીમાં પ્રિ-એન.એસ.એસ.ડે. પસંદગી કેમ્પમાં 137 સ્વયંસેવકો જોડાયા

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત પ્રિ- એનએસએસડે પસંદગી કેમ્પની શિબિરનુ યુનિવર્સિટીના કનર્વેશન હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લામાંથી અલગ અલગ કોલેજોમાંથી કુલ 137સ્વયંસેવકોએ વિવિધ આઠ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.


આ પસંદગી કેમ્પ શિબીરમાં એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસરો પણ હાજર રહ્યા હતા. નિબંધ, વકતૃત્વ, ચિત્ર, શીઘ્રકાવ્ય, રંગોળી, એકપાત્રીય અભિનય, ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝીક, શીધ સંસ્કૃત શ્લોક જેવી સ્પર્ધા યોજાઇ હતી. વિવિધ કોલેજમાંથી પસંદગી પામેલ સ્વયંસેવકોને રાજ્યકક્ષાની એનએસએસ ડે ઉજવણીમાં ભાગ લેવા માટે વિદ્યાનગર એસપી યુનિવર્સિટી ખાતે મોકલી આપવામાં આવશે. એમ યુનિવર્સિટીના એનએસએસ વિભાગના કો. ઓર્ડીનેટર જય ત્રિવેદીએ જણાવ્યું હતું.શિબીરમાં નિર્ણાયક તરીકે ડો સ્મિતાબેન વ્યાસ, વ્યાસ, અધ્યક્ષ એલએલએમ વિભાગ, પાટણ યુનિવર્સિટી, ડો જીતેન્દ્ર પટેલ એસોસીએટ પ્રોફેસર સંસ્કૃત વિભાગ ચાણસ્મા કોલેજ અને ડો. પારસ ખમાર એસોસિયેટ પ્રોફેસર બીડી આર્ટસ કોલેજ પાટણ એ સેવા આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.