રાજયસભાના સાંસદ બાબુભાઈ દેસાઈનાકાર્યક્રમના આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ

પાટણ
પાટણ

દેસાઈ સમાજના ભામાશા અને તાજેતરમાં રાજ્ય સભાના સાંસદ તરીકે વરાયેલ મકતુપુરના વતની બાબુભાઈ દેસાઈના આગામી દિવસોમાં પાટણ ખાતે આયોજિત કરાયેલા સમસ્ત રબારી-દેસાઈ સમાજ દ્વારા અભિવાદન સન્માન સમારોહ કાર્યક્રમને લઇ સમાજના રાજકીય,સામાજિક અને શૈક્ષણિક આગેવાનો, યુવા કાર્યકરો સહિત સમાજની વિવિધ સંસ્થાઓ દ્રારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.


પાટણ શહેરમાં ગોપાલક સંકુલ ખાતે સાંસદ બાબુભાઈ દેસાઈના આગામી યોજાનાર સન્માન સમારોહ કાર્યક્રમ ના ચેરમેન ની જવાબદારી સંભાળનાર રાજયના પૂર્વ પંચાયત મંત્રી,પાટણ વિધાનસભાના પૂવૅ ધારાસભ્ય અને પૂવૅ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈની અધ્યક્ષતામા બેઠક યોજાઈ હતી જે બેઠકમાં અત્યાર સુધી કાર્યક્રમ ને અનુલક્ષીને કરાયેલી કામગીરી ની સમિક્ષા સાથે આગામી દિવસોમાં ગામડે ગામડે અને શહેરો માં ખાટલા બેઠકના આયોજન કરી સમગ્ર સમાજ આ કાર્યક્રમમાં સહભાગી બને તે પ્રકારનું વાતાવરણ ઉભું કરવા અપીલ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.