પાટણ જિલ્લામાં વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં વહેલી સવાર થી ધોધમાર વરસાદની આતુરતા વચ્ચે દિવસ પર જિલ્લામાં છુટા છવાયાં ધોધમાર અને ઝરમર વરસાદી ઝાપટાં વરસ્યો હતો.જેમાં પાટણ જિલ્લામાં સવારે સૌથી વધુ સરસ્વતી તાલુકામાં પોણા ઇંચ વરસાદ, રાધનપુર અને ચાણસ્મામાં અડધો ઇંચ વરસાદ અન્ય તાલુકાઓમાં માત્ર બે-ચાર મીમી વરસાદ વરસ્યો હતો.

સરસ્વતી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં શુક્રવારે બપોર બાદ ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું.જેમાં 16 મીમી વરસાદ વરસતા વારેડા ,કુબા, જામઠા, ઓઢવા , કાંસા સહિત ગામોમાં વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણી ભરાયા હતા અને રસ્તાઓ પર પાણી રેલાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી હતી. કુબા ગામમાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવી પડી હતી.

જામઠા ગામમાં ચાર-પાંચ દિવસથી વરાપ મળતાં ખેડૂતો દ્વારા ખેતરમાં દિવેલા નાખવાનું શરૂ કર્યું હોય ધોધમાર વરસાદ પડવાથી ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં દિવેલા વાવેતરમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગામડાઓમાં ચાર પાંચ દિવસથી દિવેલાનું વાવેતર કરવામાં આવી રહ્યું હોય ખેતરોમાં પાણી ભરાઈ જવાથી દિવેલાનું બિયારણ ફેલ જવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.