પાટણમાં ખાલકસાપીર પાસે રેલવે રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારી

પાટણ
પાટણ

પાટણ શહેરમાં ખાલક્ષા પીર રેલવે ફાટકને સદંતર બંધ કરવાના નિર્ણય ઉપર બેનરો અને નારાબાજીથી પ્રદર્શન રવિવારે યોજાયું હતું. જેમાં રેલવે ફાટકની જગ્યાએ અન્ડર પાસ આપવામાં માંગ ઉઠી હતી.અને રેલવે વિભાગ દ્વારા જો માંગ નઈ સંતોષાય તો રેલવે રોકો તેવા આંદોલન કરાશે તેવી સામૂહિક રહીશોએ ચિમકી ઉચ્ચારી હતી.

રેલવે વિભાગ દ્વારા જે પણ જગ્યાએ ફાટક હોય એ જગ્યાએ અંડરપાસ અથવા રેલવે ફાટકને સદંતર બંધ કરી બાજુમાંથી સર્વિસ રોડ આપી લાગતાં વળગતાં રોડ સાથે જોડવાની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પાટણ શહેરમાં પણ ખાલક્ષા પીર રોડ પાસે આવેલ રેલવે ફાટકની બાજુમાં 15 સોસાયટીના રહીશો વસવાટ કરતા થયા છે તે રહીશો પાટણ શહેરની સાથે શૈક્ષણિક નોકરી ધંધો સહિતની રૂટીન ક્રિયા માટે ખાલક્ષા પીર ફાટક થઈ પસાર થઈ રહ્યા છે.

ત્યારે તાજેતરમાં તંત્ર ખાલક્ષાપીર ફાટકને સદંતર બંધ કરવાના આયોજનમાં હોય તેને લઈ તે વિસ્તારના રહીશોએ રવિવારે બેનરો સાથે રેલવે ફાટક ઉપર પ્રદર્શન યોજ્યું હતું. જેમાં મહિલાઓ યુવાનો મોટી સંખ્યામાં બેનરો સાથે રેલવે ફાટક પર ઉભા રહી નારાબાજી કરી ને તેઓની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે રેલવે ફાટક ની જગ્યાએ અંડર પાસ આપવામાં આવે તેવી માંગ કરી હતી અને જો માંગ નઈ સંતોષાય તો રેલવે રોકો તેવા આંદોલન કરવામાં આવશે તેવી સામૂહિક રહીશોએ ચિમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.