ચાણસ્મામાં સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો 1.09 લાખના મુદ્દામાલ સાથે વરલી મટકાનો જુગાર જપ્ત

પાટણ
પાટણ

ચાણસ્મા એસ.ટી. બસ સ્ટેન્ડ સામે મેઇન બજાર રોડ ઉપર આવેલા શિવમ કોમ્પ્લેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાં મંગળવાર બપોર બાદ મોડી રાત સુધી ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓએ અત્રેનાં એક વરલી મટકાનાં અડ્ડા ઉપર ત્રાટકીને 16 શખ્સો પૈકી 7 રાયટરો, વરલીનો જુગાર ચલાવનારો, તથા 10 ગ્રાહકો વિગેરેને અટકાયતમાં લઇને રોકડ રૂા. 30,610ની રોકડ, રૂા.26500નાં 8 ફોન, પેડ, બોલપેન, પાંચ કોરી ડાયરીઓ, સટ્ટાના કાર્બન કોપી વાળી સ્લીપો, ખુરશી, ખાટલા, સ્ટીલનાં જગ, ગ્લાસ, ટેબલ, રૂા. 50 હજારનું એકટીવા મળી કુ લે 1,09,250ની મતા સાથે ઝડપાયા હતા. પોલીસે 16 જણા સામે ગુનો નોંધ્યો હતો.

ગાંધીનગર ખાતેની સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી બાતમી આધારે હેડ કોન્સ્ટેબલ સંદિપ શંકરરાય તથા પોલીસ કર્મચારીઓ એસ.આર.પી.નાં જવાનો વિગેરેએ ઓચિંતી રેડ કરી હતી અને અત્રે મોટા પાયે આંક ફરકનો પૈસાથી હારજીતનો વરલી મટકાનો રમાતો જુગાર ઝડપી લીધો હતો. પોલીસે આ રેંડ માટે બે અલગ અલગ ટીમો બનાવી હતી ને ઉપરોક્ત અડ્ડા ઉપર સાગમટે ત્રાટક્યા હતા.પોલીસે ભીખાજી, કિશનભાઇ, રૂપસંગજી, જીલુભા, ગંગાજી, મથુરજી, બાયરામસિંહ, ગ્રાહક હાર્દિક પટેલ, માધુભાઇ, રામજીભા, કડવાજી, ચેનાજી, ખોડાભાઇ, અજય, મનોજ તથા વરલી મટકાનો કટીંગ લેનાર વિગેરે સામે ગુનો નોંધ્યો હતો. પકડાયેલાઓને પીકઅપ ડાલામાં પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.