રાધનપુર: સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવા બાબતે રહીશો દ્વારા આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવાસદનની કચેરીએ શ્રીજી નગરના રહેશો ને છેલ્લા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ના આપવા ને લઈને રાધનપુર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રતિક ઘરણા ઉપર બેઠા નગરપાલિકા દ્વારા છેલ્લા સાત વર્ષથી શ્રીજી નગરના રહેશો ને પાણી આપવામાં ના આવતું હોય પીવાના પાણીની અને વાપરવાના પાણીની હાલાકી પડતી હોય વારંવાર નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતની લોકોની ચિંતા કર્યા વગર ઘેર નિંદ્રામાં સુધી નગરપાલિકા પીવાનું પાણી ન આપતી હોય તેને લઈને આજરોજ શ્રીજી નગરના રહીશો રાધનપુર ખાતે આવેલ સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા આવેદનપત્ર આપી પ્રતિક ઘરણા ઉપર બેઠા હતા રાધનપુર ખાતે સરકાર ના ખોટા દાવા સાબિત થઈ રહ્યા છે.
જળશે નળ યોજના ની વાતો કરતી સરકાર આ પુરાવો લોકોને સાત સાત વર્ષથી પીવાનું પાણી ન મળતું હોય ન છૂટકે ગાંધી ચિધિયા માર્ગે લોકોને આંદોલન કરવાની ફરજ પડી હોય નગરપાલિકાની બેદરકારીના કારણે લોકો પાણી વગર કરી રહ્યા છે શ્રીજી નગરના રહીશો આંદોલન આ આંદોલનની અંદર રાધનપુર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી એ પણ સમર્થન આપ્યું હતું અને લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે લોકોની સાથે રહી લડત કરવાની ખાતરી આપી હતી અને નગરપાલિકા પાણી આપે તેવી માગણી પણ કરી હતી.