પ્રોહીબિશનના ગુનામા છેલ્લા ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી રાધનપુર પોલીસ
છેલ્લા ૧૮ વષૅથી પ્રોહીબિશનના રાધનપુર પોલીસ મથકમાં નોધાયેલ ગુનાના આરોપીને રાધનપુર પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ,પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોઇ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર ના સીધા માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ ના એમ.કે.ચૌધરીનાઓની રાહબરી હેઠળ રાધનપુર પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતા દરમ્યાન ચોક્કસ હકીકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશનના ગુ.૨.નંબર- પ્રોહી ૬૯/૨૦૦૬ પ્રોહી એકટ કલમ-૬૬બી,૬૫એઇ,૧૧૬બી,૮૧,૯૮ મુજબના કામના તહોદાર હાલમા રાધનપુર ભાભર ત્રણ રસ્તા ખાતે ઉંભેલ છે જે હકીકત આધારે સદરી ઇસમને પકડી પાડી રાધનપુર મુકામે ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓની ધર્મારામ ઉર્ફે ધર્મરામ કેશારામ બ્રાહમણ(શર્મા) રહે- રોલી તા-ગુડામાલાણી જી- બાડમેર (રાજસ્થાન) સામે કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.