રાધનપુર વનવિભાગે ગેરકાયદે કોલસો ભરીને જતા પાંચ વાહનો ઝડપી પાડ્યા

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર વિસ્તારના કોલસા વેપારીઓ દ્વારા ગેરકાયદે બાવળો કાપી કોલસો પડાવી ટ્રેઈલરોમાં લોડિંગ કરી દેશના વિવિધ વિસ્તારોમાં વેચવામાં આવી રહ્યો છે. ત્યારે શનિવારે સ્થાનિક વન વિભાગ દ્વારા કોલસાની બોરીઓ ભરી આવતા એક ટ્રેકટર અને ચાર પિકઅપ વાહન પકડી કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.


રાધનપુર નોર્મલ રેન્જ વિસ્તારના કાર્યક્ષેત્રમાં ગેરકાયદે કોલસાની બોરીઓ ભરી આવતા વાહનોનું નોર્મલ રેન્જના અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક ટ્રેક્ટર અને ચાર પીકઅપ બોલેરો વાહનમાં ભરેલી કોલસાની બોરી બાબતે વાહન ચાલક પાસે પાસ પરમિટ માગવામાં આવી હતી. પરંતુ વાહન ચાલકો પાસે કોલસો વહન કરવા માટેની પાસ પરિમટ મળી આવી ના હતી. જેને લઈને રાધનપુર નોર્મલ રેન્જ વિભાગ દ્વારા એક ટ્રેક્ટર અને ચાર પીકપ વાહનમાંથી કુલ 89 કોલસાની બોરીઓ સાથે વાહનો કબજે કરી તમામ વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ગેરકાયદેસર કોલસો વહન કરતાં વાહનો પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.