પાટણ તાલુકાના ધારપુર અને બોરસણ માર્ગ પરના વહેળની ચોમાસા પૂર્વે સફાઈ કરાવવા રજુઆત

પાટણ
પાટણ

પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર દ્વારા કાર્યપાલક ઇજનેરને પાટણ તાલુકાના ધારપુર થી બોરસણ તરફ જવાના માર્ગ પરની વહેળની ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા કાર્યપાલક ઈજનેરને કરાયેલી લેખિત રજૂઆતમાં આગામી ચોમાસામાં વરસાદની સંભાવના ને ધ્યાનમાં રાખીને પાટણ તાલુકાના ધારપુર થી બોરસણ તરફ જવાના માર્ગ પર ની વહેળની તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં નહીં આવે તો આગામી ચોમાસા ના વરસાદ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે આ વહેળની સફાઈ કામગીરી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.