પાટણમાં નિકળનાર મહોરમને લઇ તડામાર તૈયારીઓ શરૂ
પાટણ શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોંના સ્થાનિક રહીશો અને કારીગરો દ્વારા સુંદર કલાત્મક તાજીયા અને ઘોડા બનાવવાની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે . ત્યારે મહોરમ પર્વને લઈ હુસેનમીયા સૈયદ ઉર્ફે ભુરાભાઈ દ્વારા સુંદર અને કલાત્મક ઘોડા બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી તેઓ 11 વર્ષના હતા .ત્યારથી જ આ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને હવે આજની નવી પેઢીના બાળકો પણ આ ઘૉડા બનાવવા માટે એટલા જ ઉત્સુક હોઈ તેમને શીખવવામાં પણ આનંદ આવી રહયો છે. જયારે શહેરના અન્ય વિસ્તારમાં આવેલ મુસ્લિમ મહોલ્લામાં પણ જરીના તાજીયાઓને કારીગરો દ્વારા આખરી ઑપ અપાઈ રહયો છે..આ ઉપરાંત વાંસની પટ્ટીઓ થર્મોકોલ છે.સનમાઈકા માંથી બનાવેલ કલાત્મક તાજીયાઓની તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે.આમ આગામી મોહરમના પર્વને લઈને શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. ત્યારે શહેર માં નિકળનાર મહોરમ ના ઝુલુસ માં આ તાજીયા અને ઘોડા ઓ સાથે યુવાનો દ્વારા હૈરત .અંગેજ કરતબો પણ રજૂ કરવામાં આવશે.