વન વિભાગ દ્વારા પાટણ જિલ્લાના ગોધાણા અને છાણસરા ખાતે તળાવ અને ચેકડેમ બનાવાયા
વન્યપ્રાણીઓને બારેમાસ પાણી મળી રહે તેવી ઉમદા કામગીરી સરાહનીય બની
વન્યપ્રાણીઓને બારેમાસ પાણી મળી રહે તે ઉમદા હેતુથી વનવિભાગ દ્રારા ભૂમિ અને ભેજ સંરક્ષણ પાણી મળી રહે તે ઉમદા હેતુથી વનવિભાગ દ્રારા ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો જેવા કે વનતળાવ અને ચેકડેમ બનાવવાની કામગીરી કરવામાં આવે છે.
જે ભૂગર્ભ જળ સ્તર ઊચું લાવવામાં પણ મદદરૂપ થાય છે.
પાટણ વન વિભાગ, પાટણ હેઠળ ની સમી રેન્જ હારીજના ગોધાણા ખાતે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં વન્યપ્રાણી વ્યવસ્થા અને વિકાસની યોજના હેઠળ કુલ ૨૪,૧૯૧ સીએમટી માટીકામ અને તળાવની સાથે બે ચેકડેમ બનાવી મોટું મીઠા પાણીનું વનતળાવ બનાવવામાં આવેલ છે. આ તળાવમાં મીઠા પાણીના અંદાજીત સંગ્રહ ૨૪૧.૯૧ લાખ લીટર થઈ શકે એમ છે. આ મીઠા પાણીના તળાવમાં બારેમાસ પાણી ભરાઈ રહેવાથી આજુ બાજુના વિસ્તારમાં જલસંચયના કારણે ભૂગર્ભજળ સ્તર ઊંચું લાવવામાં મદદરૂપ થશે અને જંગલ તેમજ આજુબાજુના વન્યપ્રાણીઓને બારેમાસ પીવાનું પાણી મળી રહેશે. વધુમાં આ તળાવની આજુબાજુમાં આવેલા વાવેતર પ્લોટમાં બારેમાસ પાણી મળી રહેશે.
આથી પાટણ વન વિભાગ, પાટણ હેઠળની નોર્મલ રેન્જ વારાહી ખાતે મું.છાણસરા ખાતે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં કેમ્પા યોજના હેઠળ કુલ ૨૯,૦૨૩ સીએમટી માટીકામ અને તળાવની સાથે ત્રણ ચેકડેમ બનાવી મોટું ખારા પાણીનું વનતળાવ બનાવવામાં આવેલ છે. આ તળાવમાં ખારા પાણીના અંદાજીત સંગ્રહ ૨૯૦.૦૨ લાખ લીટર થઈ શકે એમ છે. આ તળાવમાં બારેમાસ પાણી ભરાઈ રહેવાથી આજુ બાજુના વિસ્તારમાં જલસંચયના કારણે ભૂગર્ભજળ સ્તર ઊંચું લાવવામાં મદદરૂપ થશે અને જંગલ તેમજ આજુબાજુના વન્યપ્રાણીઓને બારેમાસ પીવાનું પાણી મળી રહેશે. વધુમાં આ તળાવની આજુબાજુમાં આવેલા વાવેતર પ્લોટમાં બારેમાસ પાણી મળી રહેશે તેવું વન વિભાગ ના સૂત્રોએ જણાવ્યું હતું.