પાટણના અધાર નજીક થી પોલીસે આઈશરમાંથી 33 પશુઓને મુક્ત કરાવ્યા

પાટણ
પાટણ

પાટણ-ડીસા હાઇવે ઉપર ગેરકાયદેસર પશુઓ ભરી ગાડી પસાર થવા ની બાતમી મળતા સરસ્વતી પોલીસ દ્વારા વોચ ગોઠવીને ઉભા હતા તે દરમિયાન આકાર પાસે આઇસર ગાડી પસાર થતાં તેને ઉભી રાખી તપાસ કરતા અંદર 32 પાડાઓ તેમજ એક જોટું મળી 33 પશુઓ અંદર ભર્યા હોવાનું માલુમ પડતા પોલીસે પૂછપરછ કરતા ગેરકાયદેસર પશુઓ પકડેલા હોવાનું સામે આવતા આઇશર સાથે પશુઓને જપ્ત કરી 3 ઈસમો સામે ગુનો નોંધ્યો હતો.


પાટણ-ડીસા હાઇવે ઉપર કોઈપણ પરવાનગી વગર તેમ જ આઇસરમાં ગીચો ગીચ પશુઓ ભરી અંદર કોઈપણ પ્રકારના ઘાસચારાની વ્યવસ્થા ના રાખી ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને પસાર થઈ રહી હોવાની સરસ્વતી પોલીસને બાતમી મળતા અધાર પાસે વોચ ગોઠવીને ઉભા હતા તે દરમિયાન આઇસર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે ઉભી રાખી હતી . ગાડી ઉભી રાખી અંદર તપાસ કરતા તેમજ પશુઓ સંબંધિત કાગળો માગતા ગાડીમાં સવાર ઈસમો પાસે કોઈ કાગળો ના હોય તેમજ સંતોષકારક જવાબ ના આપતા પોલીસે ગાડીમાં સવાર 33 પશુઓ સાથે આઇસર અને મોબાઈલ સહિતની સામગ્રીઓ જપ્ત કરી જમસેદ સુભાન મુરાદ મેવ ઉંચકી,જી. ભરતપુર, તા – પાહરી . અકરમ નરૂદિન બાબુભાઇ કુરેશી ભોપાનગર . ગામ. ડીસા, અને જમાલ બલોચ ગામ. છપી,તા. વડગામ, જી,બનાસકાંઠા વાળા સામે ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.