પાટણ ને રખડતા ઢોરો થી મુક્ત બનાવવા પાલિકા રખડતા ઢોરોના માલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી
અંબાજી નેળીયા વિસ્તારમાં ગત રાત્રે બે આંખલાઓ વચ્ચે શિંગડા યુદ્ધ જામતા અફડા-તફડી મચી
પાટણ પાલિકા વિસ્તારમાં આવેલ અંબાજી નેળીયા વિસ્તારમાં રખડતા ઢોરો નો ત્રાસ અસહ્યં બન્યો છે ત્યારે ગત રાત્રે વિસ્તારમાં આવેલા અંબાજી માતાના મંદિર પાસે ના માગૅ પર બે સાઢ સીગડે ભરાતાં માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ સહિત વાહન ચાલકો મા અફડા તફડી સાથે માગૅ પર પાકૅ કરેલા વાહન ચાલકો ના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
બન્ને હરાયા બનેલા સાંઢ ના સિગડા યુધ્ધ ના કારણે માગૅ ની બન્ને સાઈડમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો પણ આખલા નો શિકાર ન બને તે માટે થોભી ગયા હતા. તો વિસ્તારના લોકોએ આ આખલા યુધ્ધ ને શાત કરવા પાણી ના મારા સાથે લાકડીઓનો વરસાદ વરસાવતાં મહામુસીબતે બન્ને આખલાઓ ને છુટા પાડી વિસ્તાર માથી ભગાડતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો.
પાટણ શહેર ના વિવિધ વિસ્તારોમાં તેમજ હાઇવે માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યાને લઈને ત્રાહીમામ પોકારેલા નગરજનોને છુટકારો આપવા છેલ્લા ત્રણ દિવસથી પાટણ ધારાસભ્ય સહિત વિવિધ વિસ્તારના રહીશોએ રાત્રી ઉજાગર કરી ૧૦૦ થી વધુ રખડતા ઢોરોને ડબ્બે કરવામાં આવ્યાં છે છતાં પણ હજુ કેટલાક વિસ્તારોમાં રખડતા ઢોરો નો ત્રાસ શહેરીજનો માટે અસહ્ય બન્યો હોય પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરો ની સમસ્યા કાયમી ઉકેલવા ઢોર ડબ્બા ની ઝુંબેશ હાથ ધરી શહેરમાં રખડતા ઢોર મુકનારા શખ્સો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોક માગ પ્રબળ બનવા પામી છે.
Tags demanded Municipality patan people