પાટણનો સરસ્વતી ડેમ નર્મદાના પાણીથી ભરાયો, ખેડૂતોના પાકને સિંચાઈનું પાણી મળી રહેશે

પાટણ
પાટણ

પાટણ શહેરમાં પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી કુંવારીકા સરસ્વતી નદીમાં 24 ઓગસ્ટ 2022 ના રોજ કમલીવાડા નજીક સુજલામ સુફલામ કેનાલના સાયફન ખાતેથી મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો કરવામાં આવ્યો છે. જેને લઇ શિયાળાની સીઝનમાં હંમેશા પાણી વગર સુકી રહેતી સરસ્વતી નદીનો પટ આજે ચારે તરફ પાણીના આવરાથી ભરપુર જોવા મળી રહ્યો છે. કમલીવાડાના સાયફનમાંથી સતત 3 મહિનાના સમયગાળાથી પાણીનો આવરો વધતા હાલમાં નદીની સપાટી 6 ફુટથી વધુના સ્તરે જોવા મળી રહી છે.

સરસ્વતી નદીમાં સીઝનમાં પાણી વહેતું થતા પાટણ પંથકનાં ખેતરોના બોરના સ્તરો ઉંચા આવવા લાગ્યા છે. હાલમાં રવિસીઝનને લઇ પંથકના ખેડૂતોએ વાવેતર કરેલ રાયડો, એરંડા અને ઘઉંના પાકને સારા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળી રહેશે. આગામી રવિસીઝનમાં રવિપાકનું મબલખ વાવેતર થાય તે પ્રમાણે નદીમાં પાણીનો આવરો વહેતો થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ છે. પાટણ સરસ્વતી નદી બેરેજનાં 28 દરવાજાઓ ભરશિયાળામાં પાણીના આવરાથી ભરપુર જોવા મળતાં સરસ્વતી નદી પુનઃ જીવંત થઇ હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.