પાટણના સંદીપ પ્રજાપતિના પેન્ટીગે આફ્રિકન આર્ટિસ્ટોને ઘેલું લગાડ્યું

પાટણ
પાટણ

પાટણના કનુભાઈ પ્રજાપતિ ના સુપુત્ર સંદીપ કે જેઓ અમદાવાદ ખાતે આર્કિટેકનો અભ્યાસ કર્યો પરંતુ તેને પેન્ટિંગમાં નાનપણથી જ ખૂબ જ રસ હોવાના કારણે તે સવાર થી જ અમદાવાદની હેરિટેજ પોળો જગ્યાઓ કિલ્લાઓ વગેરેને પોતાની પીંછી વડે વેલવેટ પેપર ઉપર કંડારી એક મોટી નામના પ્રાપ્ત કરી છે.તાજેતરમાં જ આફ્રિકા ખાતે વેલનોન આર્ટ ગેલેરી ખાતે સંદીપ પ્રજાપતિનું એક્ઝિબિશન આફ્રિકાની ધરતી ઉપર રાખવામાં આવ્યું છે અને આફ્રિકાના આર્ટિસ્ટોએ અમદાવાદના હેરિટેજ ચિત્રો જોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા અને સંદીપ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આફ્રિકન આર્ટ પ્રેમી વિદ્યાર્થીઓએ પણ સંદીપ પ્રજાપતિ ના ચિત્રો જોઈ સંદીપ પ્રજાપતિ પાસેથી પેન્ટિંગ વિશેની માહિતી મેળવી હતી.


સંદીપ પ્રજાપતિ ના અમદાવાદ ખાતે પણ ઘણી કોલેજો શાળાઓમાં તથા રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે પણ ઘણીવાર એક્ઝિબિશન યોજાઈ ગયા છે અને અમદાવાદના ખ્યાત નામ આર્ટિસ્ટોએ આ એક્ઝિબિશન ની મુલાકાતો ની નોંધ લીધી છે અને ગુજરાત રાજ્યના મિનિસ્ટરોએ પણ સંદીપ ની પેન્ટિંગ આર્ટ ને બિરદાવી છે આજે સંદીપ પ્રજાપતિએ પાટણ તથા સમગ્ર ગુજરાતનું તથા પ્રજાપતિ સમાજનુંગૌરવ આફ્રિકાની ધરતી ઉપર એક્ઝિબિશન ગોઠવીને વધાર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.