પાટણના મોટાનાયતા ગામે 7 વષૅનો બાળક ચાંદીપુરા વાયરસ થી સંક્રમિત બનતાં પ્રથમ કેશ નોધાયો
આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમિત બાળકના ઘર સહિત ગામના 400 થી વધુ મકાનોમાં સ્પ્રે દ્વારા દવાનો છંટકાવ કરાયો: ચાંદીપુરા વાયરસનું સંક્રમણ બાળકોમાં દિવસે દિવસે વધુ પ્રસરી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા,બનાસકાંઠા બાદ ગતરોજ પાટણના મોટા નાયતા ગ્રામ્ય વિસ્તારમાં સાત વર્ષનું બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થતા જિલ્લામાં પ્રથમ કેસ ચાંદીપુરા નો પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસ ને લઈને કરવામાં આવેલ કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યાં છે.જોકે ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બનેલા બાળકની હાલત ગંભીર હોય પ્રાથમિક સારવાર પાટણની ખાનગી હોસ્પિટલમાં અપાવ્યા બાદ હાલમાં બાળકને પાટણની ધારપુર હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રાખી સારવાર હાથ ધરાવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.
સરસ્વતીના મોટા નાયતા ગામમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હોય વિભાગની ટીમે બાળકના ઘરની મુલાકાત લઈ ગામમાં સર્વે હાથ ધરી ગામના 400 થી વધુ મકાનોમાં 8 ટીમો કામે લગાડી સ્પ્રે વડે દવા છંટકાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ પંથકના મોટા નાયતા ગામે ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેશ આવતાં ગામના લોકોમાં પણ ભયનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ ચાંદીપુરા વાયરસ થી અન્ય બાળકો સંક્રમિત ન બને તે માટે ના પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.