પાટણના યુવાનને ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ અને એક લાખ રૂપિયા આપી સન્માનિત કર્યો

પાટણ
પાટણ

તાજેતરમાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 માં 8 જાન્યુઆરી 2024 ના રોજ ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ 2021 -22 સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી પર્યાવરણ ક્ષેત્રે સારુ કાર્ય કરતા પાટણના કુણઘેર ગામના નિલેશ રાજગોરને પ્રથમ નંબરે એક લાખ રૂપિયા પુરસ્કાર અને ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ ગુજરાત રાજ્યના પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આપવામાં આવ્યો હતો.નિલેશ રાજગોર દ્વારા આ એક લાખ રૂપિયાનો ચેક આર્યાવ્રત નિર્માણ પ્રેરિત લોકભાગીદારીથી પાટણના નોરતા ગામે બની રહેલ ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળવન ઓક્સિજન પાર્ક માં અર્પણ કરવામાં આવ્યાં હતા.


કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ સહીત સચિવઓએ ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગથી બચવા પર્યાવરણ જાળવણી વિષે વિસ્તૃત વાતો જણાવી હતી.ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ વિજેતા નિલેશ રાજગોર દ્વારા મંત્રીઓ સહીત ઉપસ્થિત સમગ્ર ગુજરામાંથી આવેલ પર્યાવરણવિદોને પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન દ્વારા રાષ્ટ્રને બળવાન બનાવવા ગ્રીન કમાન્ડોના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.