પાટણ યુનિવર્સિટી દ્વારા વડાલી ખાતેના સબ સેન્ટરમાં વિદ્યાર્થીઓ અને તે વિસ્તારના યુવાનો માટે ફીઝીક્લ એજ્યુકેશન સેન્ટર શરૂ કરાશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા દિવાળીના મીની વેકેશન બાદ યુનિવર્સિટી ની કામગીરીના શુભારંભ પ્રસંગે જ યુનિવર્સિટીના વડાલી કેમ્પસ ખાતે નવીન ફીઝીક્લ એજયુકેશન સેન્ટર ચાલુ કરવાનો નિર્ણય કરાતા સ્પોર્ટ્સ ના વિધાર્થીઓ સહિત વિસ્તારના યુવાનોમાં આનંદ છવાઈ જવા પામ્યો છે.યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા લેવાયેલા આ નિર્ણયને સૌએ સરાહનીય લેખાવ્યો હોય આ નવીન ફીઝીક્લ એજયુકેશન સેન્ટર ખાતે સૈન્ય તાલીમ પ્રવુતિઓ, નેટ અને સ્લેટ પરીક્ષાનું કોચિંગ, ખેલાડીઓ માટે રમત ગમત નું કોચિંગ,ફીઝીક્લ એજ્યુકેશન ના સર્ટિફિકેટ કોર્ષ,બેચલર અને માસ્ટર કોર્ષ સહિત ની પ્રવૃતિઓ તબ્બકા વાર શરૂ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
આ ફીઝીક્લ એજ્યુકેશન સેન્ટર નું તમામ આયોજન નિયામક શારીરિક શિક્ષણ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ના માર્ગદર્શન માં કરવામાં આવશે જેનો લાભ આ વિસ્તાર ના સ્પોર્ટ્સ ના વિધાર્થીઓ સહિત યુવાનો ને મળશે તેવું યુનિવર્સિટી ના કાર્યકારી કુલપતિ રોહિત દેસાઈએ જણાવ્યું હતું.