![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-310.jpg)
પાટણ ટી.બી. ત્રણ રસ્તેથી ચોરી કરેલા ચાંદીના રૂા.10 હજારનાં છત્તરો સાથે બે ઝડપાયા
પાટણના ટીબી ત્રણ રસ્તા પાસેથી ચોરી કરાયેલા ચાંદીના 10 હજારના છત્તરો સાથે બે શખ્સને ઝડપીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બન્ને આરોપી અગાઉ પાંચ ગુનામાં સંડોવાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.
પાટણ શહેરનાં ટી.બી. ત્રણ રસ્તા ખાતેથી પાટણ એલ.સી.બી. પોલીસે વિષ્ણુજી લાલાજી ઠાકોર રે. ઉણ, તા. કાંકરેજ અને રાજેશ ગાંડાભાઇ ઠાકોર રે. સુલતાનપુરા તા. રાધનપુરવાળાને બાતમી આધારે વોચ ગોઠવીને પકડી પાડ્યા હતા. એ દરમિયાન શંકા જતા બન્નેની પૂછપરછ કરતા આ બંને જણાઓ પાસેથી રૂા. 10.000ની હતુ કિંમતનાં મંદિરમાંથી ચોરેલા ચાંદીના 10 છત્તરો મળી આવ્યા હતા.