પાટણના SP વિજય પટેલની સાબરકાંઠા એસપી તરીકે બદલી
ગુજરાતમાં આજે ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ની સાગમેટ બદલી કરાઈ હતી. જેમાં પાટણ એસ પી તરીકે ભાવનગરના એસ.પી. ડો. રવિન્દ્ર પટેલ નિમણૂક કરાઈ છે .તો પાટણ એસ.પી. વિજય પટેલની સાબરકાંઠા ખાતે બદલી કરાઈ હતી. રાજ્યમાં 70 આઇપીએસ અધિકારીઓની બઢતી સાથે બદલી થઇ છે. જેમાં પાટણ જિલ્લામાં છેલ્લા 15 માસથી પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતાં વિજય પટેલની આજરોજ સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા તરીકે બદલી થઈ છે. જ્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ભાવનગર એસ પી તારીકે ફરજ બજાવતા ડો.રવિન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે.