સમી પંથક માંથી દેશી બનાવટની બંદુક સાથે અમરાપુરા પાટીના શખ્સને ઝડપી લેતી પાટણ એસ.ઓ.જી ટીમ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં હથીયાર બંધીની કડક અમલવારી કરવા જિલ્લા પોલીસ વડા દ્રારા સ્પેશીયલ ઝુંબેશનું આયોજન કરેલ હોઇ જે અનુસંધાને પાટણ એસઓજી શાખાના પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવી એસ.ઓ.જી ની ટીમ સમી પોસ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે,મુકીમ જુમાભાઇ જુણસભાઇ તૈયબભાઇ સિંધી(મીયાણા) રહે.અમરાપુર પાટી તા.સમી જિ.પાટણવાળો અમરાપુર થી અમરાપુર પાટી જવાના રસ્તા ઉપર વેકરી વેણથી ઓળખાતી બાવળોની ઝાડીમાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટી બંદુક સાથે ફરે છે.

જેની તપાસ કરતા પોતાના કબજામાં ગે.કા. વગર પાસ પરવાનાની દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિં.રૂ.૨,૫૦૦ના મુદ્દામાલ સાથે ટીમે પકડી પાડી મે. જીલ્લા મેજી. પાટણના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરેલ હોઇ જેથી તેની વિરૂધ્ધ આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)(એ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ માટે આરોપીને મુદ્દામાલ સાથે સમી પો.સ્ટે. સોપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.