લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોકટર લણવા માં પ્રેકટીસ કરતો પાટણ એસ.ઓ.જી.ટીમે ઝડપ્યો
પ્રકારની મેડિકલ ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહેલા બોગસ ડોક્ટરને પાટણ એસ.ઓ.જી.ટીમે બાતમી ના આધારે લણવા ખાતે થી રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો ઇન્સ.આર.જી. ઉનાગર નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ ચાણસ્મા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન બાતમી હકીકત આધારે ચાણસ્મા પો.સ્ટે.ના લણવા ગામે અલ્કેશભાઇ અંબાલાલ પટેલ ઉ.વ.૪૦ મુળ રહે મેરવાડા તા ચાણસ્મા જી.પાટણ હાલ રહે મહેસાણા મકાન નં ૩૦ સૌદર્ય સિલ્વર સોસાયટી કાશી વિશ્વનાથની બાજુમા રાધનપુર રોડ તા.જી મહેસાણાવાળો લણવા ગામના બસ સ્ટેશન પાસે આવેલ શોપીંગ સેન્ટર દુકાન નં ૦૬ માં આવેલ ભાડાની દુકાનમાં કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર હાડવેદના નામે ખોટી રીતે તાવના શરદી ના દુખાવાના નામે ઇંજેકશન આપી ડોકટર તરીકેનુ રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી
તેમના ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા આમબિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરીઇન્જેકશનો, દવાઓ મળી કુલ કિ.રૂ.૧૧૬૩૧ નો મુદ્દામાલ સાથે ધરપકડ કરીબી.એન.એસ-૨૦૨૩ની કલમ-૩૧૯ તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો કરેલ હોય તેની અટકાયત કરી ચાણસ્મા પો.સ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરાવતાં આગળની તપાસ ચાણસ્મા પોલીસ ચલાવી રહેલ હોવાનું જાણવા મળ્યું છે.