પાટણનાં મિલકતધારકોએ નામ ફેર માટે હવેથી ફી ચુકવવી પડશે

પાટણ
પાટણ

પાટણ નગરનાં મિલકતધારકોએ હવેથી પોતાની મિલકતનો મોં બદલો એટલે કે, નામફેર (મિલકત ટ્રાન્સફર) કરાવવા માટે ફી ચુકવવી પડશે. અત્યાર સુધી મિલકત ટ્રાન્સફર ફી લેવામાં આવતી નહોતી. સુત્રોનાં કહેવા પ્રમાણે અગાઉ ઘણા વર્ષો પૂર્વે મિલકત ટ્રાન્સફર ફી લેવાનો નિયમ હતો. પરંતુ ઘણા વર્ષથી તે લેવાતી નહોતી. પરંતુ પાટણ સહિત રાજ્યભરમાં રાજ્ય સરકારે આજે જ આ નિયમ રાજ્યપાલનાં હુકમથી સરકારનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં નાયબ સચિવ મનીષ સી. શાહે એક રાજયવ્યાપી પરિપત્ર જારી કરીને ગુજરાત સરકારની તમામ નગરપાલિકાઓમાં મિલકતમાં નામ ટ્રાન્સફર કરવા માટે એક સરખી ફીનું માળખું નિયત કર્યુ છે. જે મુજબ રહેણાંક અને ખુલ્લા પ્લોટ માટે મિલકત ટ્રાન્સફરની રજિસ્ટ્રેશનની કિંમતનાં 0.1% અથવા રૂ।.1000બેમાંથી જે વધારે હોય તે પણ બિનરહેણાંક મિલકતો માટે 0.2% અથવા રૂા.2000 બે માંથી જે વધારે હોય તે તથા વારસાઈ કે મિલકત માટે કોઈ ફી લેવાની નથી. આ પરિપત્રનો અમલ પાટણ નગરપાલિકામાં મંગળવારથી થઇ ગયો છે.સરકારનાં પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની નગરપાલિકાઓની આવકનો સ્ત્રીત કરીશ ત. મિલકત મુખ્ય ટ્રાન્સે ફીની વસુલાતમાંથી મળતી આવક છે અને નગરપાલિકા શહેરનાં વિકાસના કામો તથા નાગરીકોને આવશ્યક સેવાઓ પુરી પાડવા અંગેનો ખર્ચ પણ આ આવકમાંથી કરતી હોય છે.

રાજ્યની તમામ નગરપાલિકાઓમાં હાલમાં લેવામાં આવતી ફી નગરપાલિકા દીઠ અલગ અલગ હોય છે તથા નગરપાલિકાઓમાં લેવામાં આવતી ખૂબ જ ઓછી અને નહિવત હોય છે જેના કારણે નગરપાલિકાની સ્વભંડોળની આવક ખૂબ જ ઓછી રહે છે. જેથી નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવતાં ખર્ચની રકમ સ્વભંડોળની આવક કરતાં વધી જાય છે અને નગરપાલિકા સદર ખર્ચને પહોંચી વળતી નથી. પરિણામે ઘણી નગરપાલિકાઓ આવશ્યક સેવાઓ જેવી કે લાઇટ બીલ તથા પાણીના બીલો સમયસર ચુકવી શકતા નથી. જેના કારણે પાછળથી નગરપાલિકાને આર્થિક સહાય ચુકવવાની ફરજ પડે છે.આ ઉપરાંત, નગરપાલિકાઓમાં આવક ઓછી હોવાના કારણે નગરપાલિકા દ્વારા મંજુર થયેલ મહેકમ પૈકી ખાલી પડેલ જગ્યાઓ ભરી શકાતી નથી. જેનાં કારણે નગરપાલિકાઓનાં વહીવટમાં પણ વિપરીત અસર ઉદ્ભવે છે તેમજ નગરપાલિકાઓમાં ભરાયેલ જગ્યાઓનાં પગાર સમયસર કરી શકતા નથી. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 271 હેઠળ નગરપાલિકા ખાતે કર્મચારી ભરતી બઢતીના નિયમો, વેરાના દરો, ટ્રાન્સફર ફી વિગેરે મંજુર કરવાની સત્તા નગરપાલિકાને આપવામાં આવેલ છે. પરંતુ નગરપાલિકા દ્વારા સદર જોગવાઇ હેઠળ સમયસર કોઇપણ વધારા કે ફેરફાર કરવામાં આવતા ન હોઇ, નગરપાલિકાની આવક પર બોઝો વધતો જાય છે.ઉપરાંત નગરપાલિકાઓને ભરવાના વેરાઓ સહિતની વિવિધ સેવાઓ નગરજનો ઘર બેઠા લઇ શકે તે માટે સરકાર દ્વારા ઇ-નગર પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર મિલકત ટ્રાન્સફર અંગેનું મોડ્યુલ બનાવી શકાય અને નગરજનો ઘર બેઠા નામ ટ્રાન્સફર કરી શકે તે માટે મિલકતમાં નામ ટ્રાન્સફરના દરો એકસમાન હોવા જરુરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.